કોવિડ 19 0

વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ આવ્યો, ગુજરાતમાં કુલ 5 કેસ

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કોરોના વાયરસના બ્રિટન સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેન (uk corona strain) ને પહેલો કેસ નોંધાયો છે. આ સાથે જ તે ગુજરાતનો પાંચમો કેસ બન્યો છે. યુકેથી વડોદરા પરત ફરેલા 27 વર્ષીય યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં છે. બે દિવસ પહેલા બ્રિટનથી અમદાવાદ આવેલા ચાર દર્દીઓમાં આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. વડોદરામાં પણ નવો સ્ટ્રેન (uk covid) જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 

Jan 5, 2021, 08:00 AM IST

અમદાવાદમાં કોરોનાના UK સ્ટ્રેનની એન્ટ્રી, 4 દર્દીઓથી તબીબોમાં પણ ફફડાટ

  • 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી
  • અમદાવાદના તમામ 4 દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
  • બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો

Jan 2, 2021, 11:47 AM IST

હવે CORONA અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ ખતરનાક રોગ, આખુ જીવન રિબાઇ રિબાઇને રહેવું પડે છે

* કોરોના બાદ એક પછી એક નવા અને વિચિત્ર રોગો આવી રહ્યા છે સામે
* ગુજરાત સરકાર દ્વારા આ રોગ અંગે તમામ હોસ્પિટલોને એલર્ટ અપાયું
* જીબીએસ નામનો રોગ લાગુ પડતા વ્યક્તિને પેરાલિસિસ પણ થઇ શકે છે

Dec 22, 2020, 09:24 PM IST

Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી

શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.

Dec 12, 2020, 08:09 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના મિસ મેનેજમેન્ટથી હારી ગયા ચૂંટણી, મોદીજીએ લીધો લૉકડાઉનનો સખત નિર્યણઃ નડ્ડા

ઉત્તરાખંડના લોકોને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ, 'અમેરિકાની ચૂંટણી કોવિડના મેનેજમેન્ટ અને મિસ મેનેજમેન્ટ પર થઈ ગઈ. ટ્રમ્પે સત્તા ગુમાવવી પડી, કોવિડના મિસ મેનેજમેન્ટને લઈને. આપણા મોદીજીએ દેશને સૌથી આગળ ઉભા રહીને લીડ કર્યો અને સમય પર લૉકડાઉન લગાવ્યું. 

Dec 6, 2020, 07:33 PM IST

India Coronavirus Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 હજાર કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 96 લાખને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોનાના 96 લાખ 8 હજાર 211 કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

Dec 5, 2020, 11:43 AM IST

હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર જાગી, પૂર્વ MLA કાંતિ ગામિતની ધરપકડ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતે પોતાના ઘરે પ્રસંગોમાં કોરોના વચ્ચે હજારો લોકોને ભેગા કર્યા હતા. હવે આ મામલે તેમની વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. 
 

Dec 2, 2020, 05:39 PM IST

કોરોના વાયરસઃ દિવાળી બાદ રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની જરૂરીયાતમાં મોટો વધારો

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મેડિકલ ઓક્સિજનની જરૂરીયાતમાં વધારો થયો છે. ખાસ કરીને દિવાળી બાદ રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની દૈનિક જરૂરીયાત 192 મેટ્રિક ટન થઈ ગઈ છે. 
 

Dec 2, 2020, 04:48 PM IST

ખુશખબરી: દિલ્હીમાં ઘટ્યા RT-PCTR ટેસ્ટના ભાવ, હવે 2400 નહી, 800માં થશે કોવિડ-19ની તપાસ

દેશની રાજધાની દિલ્હીમાં ગત થોડા દિવસોમાં કોરોના મહામારીનો જોરદાર પ્રકોપ જોવા મળ્યો છે. જોકે હવે દિલ્હીમાં કોવિડ 19 કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ દરમિયાન દિલ્હીવાસીઓ માટે વધુ એક રાહતના સમાચાર છે.

Nov 30, 2020, 07:15 PM IST

ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

  • પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેકમાં હોય તેવા લોકોના પાંચથી સાત દિવસ રેપિડ ટેસ્ટ કરાશે. જો તેમાંથી કોઈને લક્ષણો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો રહેશે.

Nov 29, 2020, 01:02 PM IST

વિચિત્ર કિસ્‍સો: તંત્રની ટીમ લગ્ન મંડપમાં પહોંચી અને યુવતિને કરી દીધી કોરોન્ટાઇન, જાણો શું છે સમગ્ર મામલો

આરોગ્‍યની ટીમ દ્વારા સઘન સર્વેલન્‍સમાં અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન  સાથે  કરવામાં આવી હતી.

Nov 27, 2020, 10:20 PM IST

Corona Update: ગુજરાતમાં એક દિવસમાં રેકોર્ડ કેસ, વધુ 16 લોકોના મૃત્યુ

 ગુજરાતમાં કોરોના કેસે નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડ 1607 નવા કેસ નોંધાયા છે. 

Nov 27, 2020, 07:17 PM IST

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી પાટણના સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકાયો

પાટણના સિદ્ધપુર ખાતે દર વર્ષે માતૃ તર્પણ માટે લાખો લોકો આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને લીધે સિદ્ધપુરમાં માતૃ તર્પણ વિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Nov 26, 2020, 08:56 PM IST

આ દેશ માટે આવી મોટી ખુશખબરી, ક્રિસમસ પહેલાં આવી શકે છે COVID-19 વેક્સીન

જર્મન ચાંસલર એંજેલા મર્કેલ (Angela Merkel)એ આજે સાંસદને જણાવ્યું કે ક્રિસમસ  (Christmas) પહેલાં કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) હેલ્થ વર્કર્સ વૈક્સીનેશન  (Vaccination)કરવા માટે ઉપલબ્ધ થઇ શકે છે.

Nov 26, 2020, 08:56 PM IST

Corona Update: રાજ્યમાં નવા 1540 કેસ, વધુ 16 લોકોના મૃત્યુ, રિકવરી રેટ 90.93%

રાજ્યમાં કોરોના કેસ વધવાની સાથે મૃત્યુના આંકડા વધી રહ્યાં છે. અમદાવાદમાં તો સ્થિતિ કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદમાં દરરોજ 10 કરતા વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. 

Nov 26, 2020, 07:37 PM IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને રસોઈ બનાવતા મહારાજ કોરોનાથી સંક્રમિત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને કોરોના વાયરસ પહોંચી ગયો છે. 

Nov 26, 2020, 05:44 PM IST

NZ vs PAK: ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાન ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમના છ ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે. આ બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. 
 

Nov 26, 2020, 03:07 PM IST

ચીનનું જે માર્કેટ કોરોનાનું એપિ સેન્ટર બન્યુ હતું, ત્યાંથી આવ્યા મોટા સમાચાર

  • ચીને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટના ટેસ્ટીંગને પણ તેજ કરી દીધું છે. ચીન સતત એવો દાવો કરી રહ્યું છે કે, આયાત પ્રોડક્ટ અને તેમના પેકેજિંગ પર અનેકવાર કોરોના વાયરસ (CoronaVirus) મળી આવ્યો છે. તેને પગલે શિનફાદી માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો

Nov 26, 2020, 01:15 PM IST

કોરોનાના વધતા કેસ વચ્ચે ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, 1 ડિસેમ્બરથી થશે લાગૂ

ગૃહ મંત્રાલયે બુધવારે કોરોના પર દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે મોનિટરિંગ, નિયંત્રણ અને સાવચેતી માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. સરકારના દિશા નિર્દેશ 1થી 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે. 
 

Nov 25, 2020, 05:01 PM IST

અમેરિકામાં કંટ્રોલ બહાર કોરોના સંક્રમણ, 6 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ

સંયુક્ત રાજ્ય અમેરિકામાં મંગળવારે 2146 મૃત્યુ થયા, જે મે બાદ કોરોનાને કારણે સૌથી વધુ મોત છે. આ સાથે કોરોના મહામારીને કારણે દેશમાં મૃત્યુઆંક 2 લાખ 59 હજાર 925 થઈ ગયો છે.

Nov 25, 2020, 04:17 PM IST