ભાવ વધારો

અચ્છે દિનની તૈયારી: પેટ્રોલ- ડીઝલમાં 3 રૂ પ્રતિ લિટરનો તોળાઇ રહેલો વધારો

પેટ્રોલ અને ડિઝલની મોંઘવારીમાં આ મુદ્દે કોઇ રાહત મળવાની ગુંઝાઇશ નથી. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સંપન્ને થયા બાદથી સમગ્ર દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 64 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ચુક્યું છે અને ડિઝલનાં ભાવમાં 68 પૈસા પ્રતિ લિટરનો વધારો થઇ ચુક્યો છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં રવિવારે સતત ચોથા દિવસે વૃદ્ધીનો તબક્કો ચાલી રહ્યો અને માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ગત્ત દિવસોમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ટુંક જ સમયમાં પેટ્રોલ અને ડિઝલમાં 3 રૂપિયા જેટલો મોટો વધારો થઇ શકે છે. 

May 26, 2019, 09:33 PM IST

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ રહ્યો આજનો ભાવ

આ પહેલાં ગુરૂવારે (23 મે)ના રોજ પણ પેટ્રોલના ભાવમાં 8 પૈસા અને ડીઝલના ભાવમાં 9 પૈસાની તેજી આવી હતી. શુક્રવારે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 14 પૈસાની તેજી સાથે 71.39 રૂપિયાના સ્તર પર અને ડીઝલ 16 પૈસાની બઢત સાથે 66.45ના સ્તર પર પહોંચી ગયો. 

May 24, 2019, 09:08 AM IST

વીજળીનો ખર્ચ વધવાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેની પાછળ ઊંચી કોસ્ટિંગ, રો મટીરીયલના ભાવોમાં વધારો સહિતના કારણો જવાબદાર છે, તો બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં વીજળીના ભાવો પણ વધારે હોવાને કારણે ઉદ્યોગોને વીજળીનો ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે, ત્યારે એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા ઉદ્યોગકારોનો વીજળીનો ખર્ચ ઘટે તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવનાઓ એક પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે. 
 

May 22, 2019, 07:10 PM IST

બે દિવસની તેજી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રીજા દિવસે રાહત, આ રહ્યો આજનો ભાવ

દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.17 રૂપિયા, 76.76 રૂપિયા, 73.22 રૂપિયા અને 73.84 રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં 9 થી 10 પૈસાની તેજી જોવા મળી.

May 22, 2019, 08:19 AM IST

સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે આવેલી તેજી બાદ મંગળવારે પણ ભાવમાં વધારો થયો. સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં તેજી જોવા મળી. દિલ્હી સહિત ચારો મહાનગરોમાં મંગળવારે પેટ્રોલ 5 પૈસા મોંઘુ થયું. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.17 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. 

May 21, 2019, 08:47 AM IST

લોકસભા ચૂંટણી 2019નું મતદાન પુરૂ થતાં જ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થયા બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. રવિવારે જૂના સ્તર પર યથાવત પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે તેજી આવી. પેટ્રોલ 9 પૈસાથી વધીને 10 પૈસા સુધી મોંઘુ થયું. તો બીજી તરફ ડીઝલ 15 પૈસાથી વધીને 16 પૈસા મોંઘુ થઇ ગયું. 

May 20, 2019, 11:34 AM IST

સતત આઠમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

અમેરિકાની માફક ચીનને સતત આપવામાં આવી રહેલી ચાર્જ વધારવાની ધમકી વચ્ચે ભારતમાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં એકવાર ફરી પેટ્રોલના ભાવ ઘટાડો થયો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો થયો, ત્યારબાદ એક પેટ્રોલનો ભાવ 71.10 રૂપિયા થઇ ગયો છે.

May 17, 2019, 09:47 AM IST

પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે રાહત, ફરી થયો ડીઝલના ભાવમાં વધારો

અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે રાહત જોવા મળી છે. જ્યારે ડીઝલના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી. રાજધાની દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ જૂના સ્તર (બુધવાર વાળા ભાવ) 71.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યો. બુધવારે પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ લગભગ 1.82 રૂપિયા તૂટ્યો હતો. આ પ્રકારે ડીઝલમાં પણ 80 પૈસાની મંદી આવી હતી. 

May 16, 2019, 10:21 AM IST

આ દિવસથી મોંઘો થઇ જશે આઇફોન, 8,000 રૂપિયા સુધી વધી શકે છે ભાવ

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે ચીન દ્વારા નવા ચાર્જથી એપ્પલના આઇફોનનો નિર્માણ ખર્ચ વધી શકે છે. ફોર્ચૂનના અનુસાર, વેડબશ વિશ્લેષક ડેન ઇવ્સે રોકાણકારોને કહ્યું કે આઇફોનની ચીન-નિર્મિત બેટરી અને અન્ય ઉપકરણો પર ચાર્જ વધતાં તેનો નિર્માણ ખર્ચ વધી જશે. જૂના પ્રોફિટ દરને મેળવવા માટે એપ્પલને તેના દરથી આઇફોનની કિંમત વધારવી પડશે. ચીન અમેરિકા ઉત્પાદનો પર 1 જૂનથી ચાર્જ વધારવા જઇ રહ્યું છે.

May 16, 2019, 09:38 AM IST

6 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર, આજથી લાગૂ થયા નવા ભાવ

દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ની વચ્ચે આમ આદમીના ખિસ્સા પર આંચકો લાગ્યો છે. પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓએ રસોઇ ગેસના ભાવમાં વધારો કર્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 0.28 અને મુંબઇમાં 0.29 પૈસા વધી ગયા છે. તો સાબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હી અને મુંબઇમાં 6 રૂપિયા વધી ગયા છે. 

May 1, 2019, 02:00 PM IST

પેટ્રોલ-ડીઝલની કિંમત પર ઘટશે દબાણ, ક્રૂડ ઓઇલની તેલની તેજી પર લગાવશે બ્રેક

ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ (ઓપેક) દ્વારા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની સંભાવનાઓ વચ્ચે ઓઇલના ભાવમાં આવેલી તેજી પર બ્રેક લાગી ગઇ છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઇલમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો, જેની અસર ઘરેલૂ બજાર પર જોવા મળી અને એમસીએક્સ પર ક્રૂડ ઓઇલના ભાવ દોઢ ટકા સુધી ઘટી જશે. અમેરિકા દ્વારા ઇરાન ઇરાનથી ઓઇલ ખરીદદારોને આપવામાં આવેલી છૂટ બંધ કરવાની જાહેરાત બાદ ઓઇલના ભાવમાં જોરદાર તેજી આવી અને બ્રેંટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરથી ઉપર જતા રહ્યા. જોકે ઓપેક દ્વારા ઓઇલનું ઉત્પાદન વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બજારના જાણકાર જણાવે છે કે ઇરાન પર પ્રતિબંધ બાદ ક્રૂડ ઓઇલની આપૂર્તિમાં આવનાર ખોટ ભરપાઇ કરવા માટે ઓપેકના સદસ્ય દેશ પોતાનું ઉત્પાદન વધારી શકે છે.

Apr 26, 2019, 04:14 PM IST

ગરમીમાં શાકભાજીનાં ભાવમાં બમણો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું

ગરમીમાં સૌથી વધુ વપરાતા લીંબુના 140 રૂપિયે પ્રતિ કિલો અને લીલા મરચા રૂ.160ના કિલોના ભાવે પહોંચી જતાં મધ્યમ અને ગરીબ વર્ગ હેરાન-પરેશાન

Apr 25, 2019, 04:40 PM IST

નાણાકીય વર્ષના પ્રથમ દિવસે વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવા ભાવ

1 એપ્રિલ 2019 એટલે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં જ સામાન્ય જનતાને આકરો ઝટકો લાગ્યો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ રસોઇ ગેસના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો. તો બીજી તરફ સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં 25 પૈસાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે. 

Apr 1, 2019, 03:02 PM IST

73 હજાર સુધી મોંઘી થઇ જશે મહિંદ્વાની ગાડીઓ, તમારી પાસે બાકી રહ્યા છે ફક્ત 3 દિવસ

જો તમે મહિંદ્વા એન્ડ મહિંદ્વાની કોઇ ગાડી લેવાનું વિચારી રહ્યા છે તો તાત્કાલિક લઇ લો. મોડું કરશો નહી. કારણ કે ત્રણ દિવસ બાદ મહિંદ્વાના વાહન 73,000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે. કાચા માલનો વધતો જતો ખર્ચ પુરો કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. 

Mar 29, 2019, 03:18 PM IST

મોંઘુ થઇ શકે છે દૂધ, દહીં અને માખણ, વધશે આટલો ભાવ

તમારા ખિસ્સાનો બોજો જલદી વધવા જઇ રહ્યો છે. જોકે રોજિંદા ઉપયોગ થનાર દૂધના ભાવમાં વધારો થઇ શકે છે. CRISIL ના રિપોર્ટ અનુસાર સ્કિમ્ડ મિલ્કના ઉત્પાદનમાં ઘટાડો અને ડિમાંડ વધવાથી દૂધના ભાવ વધી શકે છે. રિપોર્ટ અનુસાર દૂધના ભાવમાં 1 થી 2 રૂપિયા પ્રતિ લીટરે વધારો થઇ શકે છે. વધેલા ભાવ 1 એપ્રિલ બાદ લાગૂ થશે. જોકે કંપનીઓએ હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. 

Mar 29, 2019, 10:45 AM IST

1 એપ્રિલથી આટલી મોંઘી થઇ જશે Renault ની Kwid, જાણો કેટલી હશે કિંમત

ફ્રાંસીસી કાર કંપની રેનો (Renault) એ આગામી મહિનાથી ભારતમાં પોતાના ક્વિડ મોડલના ભાવ ત્રણ ટકા વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તે વધતા જતા ઉત્પાદન ખર્ચની અસરને આંશિક રીતે ઓછો કરવા માટે આ પગલું ભરી રહી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે આ કિંમત વધારો એક એપ્રિલથી લાગૂ થશે. કંપની ક્વિડની હેચબેકને 0.8 લીટર અને એક લીટર પાવરટ્રેનના મેન્યુઅલ અને ઓટોમેટેડ ટ્રાંસમિશન વિકલ્પમાં ઉપલબ્ધ કરાવે છે. દિલ્હી શોરૂમમાં ક્વિડની કિંમત 2.66 લાખથી 4.63 લાખ રૂપિયા વચ્ચે છે.

Mar 26, 2019, 10:50 AM IST

LPG રસોઇ ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, જાણો સબસિડીવાળા LPG સિલિન્ડરનો ભાવ?

ઘરેલૂ રસોઇ ગેસની સબસિડીવાળા રસોઇ ગેસ (LPG) સિલેંડર 2.08 રૂપિયા અને સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો થયો છે. સિલેંડરોની કિંમતમાં આ વધારો સતત 3 મહિનાના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ઇંધણના વધતા જતાં બજાર મૂલ્ય પર પ્રભાવના લીધે વધારો જરૂરી થઇ ગયો હતો. 

Mar 1, 2019, 10:06 AM IST

સરકાર 10 ટકા વધારી શકે છે પ્રાકૃતિક ગેસની કિંમત, જાણો કેટલો વધશે ભાવ

ગેસ પ્રોડ્યૂસર કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર 1 એપ્રિલથી સ્થાનિક પ્રોજેક્ટ્સની પ્રાકૃતિક ગેસ (Natural gas)ના ભાવમાં વધારો કરી શકે છે. ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કરીને 3.72 ડોલર પ્રતિ એકમ એમએમબીટીયૂ કરવામાં આવી શકે છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી આપી હતી.

Feb 15, 2019, 11:49 AM IST

Redmi Note 5 Pro ની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે. 

Jan 11, 2019, 02:24 PM IST

Maruti Suzuki ગ્રાહકોને આપ્યો ઝટકો, આજથી આટલી મોંઘી થશે કાર્સ

Maruti Suzuki એ નવા વર્ષમાં પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. કંપનીએ બુધવારે જાણકારી આપી છે કે તેનાથી સિલેક્ટેડ કારની કિંમતોમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

Jan 10, 2019, 12:52 PM IST