MAHINDRA THAR પાછળ કેમ થયા લોકો દિવાના? જાણો કયા કારણસર સતત વધી રહ્યું છે THARનું વેચાણ

કેમ ભારતના રસ્તાઓ પર ની શાહી સવારી બની ગઈ છે MAHINDRA THAR? દર મહિને કેટલું વેચાણ થાય છે તેે આંકડો જાણીને તમે પણ ચોંકી જશો.

MAHINDRA THAR પાછળ કેમ થયા લોકો દિવાના? જાણો કયા કારણસર સતત વધી રહ્યું છે THARનું વેચાણ

નવી દિલ્લીઃ ભારતમાં ગત વર્ષે MAHINDRAએ SUV સેગમેન્ટમાં THAR ગાડી લોન્ચ કરી હતી. ભારતીય બજારમાં કારને ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. નવી જનરેશનવાળી SUVનું બુકિંગ ભારતમાં 55 હજારને પાર થઈ ગયું છે. આ SUVની માગ એ હદે વધી છે કે હાલ MAHINDRA THARમાં 10 મહિનાનું વેઈટિંગ પિરીયડ ચાલી રહ્યુ છે. MAHINDRA THARનો સ્ટાઈલિશ લુક ભારતીય ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. નવી જનરેશનવાળી MAHINDRA THAR ગત વર્ષે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થઈ હતી. THARના જુદા જુદા મોડલ અને શહેરના આધારે નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકોએ તેમની કારની ડિલીવરી લેવા માટે કેટલી રાહ જોવી પડશે.

No description available.

વર્ષ 2021માં જાન્યુઆરી મહિનામાં MAHINDRA THARના ભારતમાં 3,152 યુનિટ્સનું વેચાણ થયું. ફેબ્રુઆરી મહિનામાં 2,842 ગ્રાહકોએ THAR ખરીદી.  માર્ચ મહિનામાં MAHINDRA THARના 1,912 યુનિટ્સ બજારમાં વેચાયા. એપ્રિલ મહિનામાં MAHINDRA THARનું સૌથી વધુ વેચાણ થયું. એપ્રિલ મહિનામાં 3,405 ગ્રાહકોએ MAHINDRA THAR ખરીદી.

કોરોનાની બીજી લહેર MAHINDRA કંપની માટે ગ્રહણ બનીને આવી. મે મહિનામાં MAHINDRA THARનું સૌથી ઓછું વેચાણ થયું.  મે મહિનામાં MAHINDRA THARના 1,911 યુનિટ્સનું વેચાણ થયું જે આ વર્ષનું સૌથી ઓછું વેચાણ છે. મહત્વનુ છે કે જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસ ઘટાડવા માટે લૉકડાઉન જેવી સ્થિતિ ઉભી કરી દેવાઈ હતી. આ કારણસર MAHINDRA THARના વેચાણમાં મોટો ઘટાડો થયો.

MAHINDRA THARના કલર વેરીયન્ટ:
MAHINDRA THAR ભારતમાં મિસ્ટર કૉપર, એક્વામરીન, રેડ રેજ, નેપોલી બ્લેક, ગેલેક્સી ગ્રે અને રોકી બેઝ જેવા છ રંગોમાં ઉપલબ્ધ છે.

પાવર પર્ફોમન્સ:
MAHINDRA THAR બે એન્જિનમાં ઉપલબ્ધ છે. કારમાં 2.2 લિટરનું MHAWK ડીઝલ એન્જીન 130 bhpનો પાવર અને 300nm નો પીક ટોર્ક જનરેટ કરે છે, તેમજ અન્ય 2 લિટરનું ટર્બોચાર્જ્ડ mstallion પેટ્રોલ એન્જીન 150 bhp પાવર અને 320 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

કિંમત:
MAHINDRA THARના AX OPTIONAL વેરીયન્ટની વાત કરીએ તો દિલ્લી એક્સ શોરૂમ કિંમત તેની 12.10 લાખ રૂપિયા છે. તો તેના LX વેરીયન્ટની કિંમત 12.79 લાખ રૂપિયા છે. અમદાવાદમાં શરૂઆતની કિંમતની વાત કરીએ તો 13.74 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધીની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news