વડા પ્રધાન મોદીની ઉડી ગઈ છે રાતોની નિંદર, લીધો મોટો નિર્ણય
રૂપિયાની કિંમતમાં ઘટાડો થતા ઇકોનોમી સામે ઘણા પડકારો ઉભા થઇ રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : દેશમાં ડોલર સામે રૂપિયાનું જબરદસ્ત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયાની કિંમતમાં 9 મહિનામાં 14 ટકાનો મહાકડાકો નોંધાયો છે. આ સ્થિતિને કારણે વડા પ્રધાન પણ ચિંતામાં પડી ગયા છે. આ વાતને ધ્યાનમાં લઇને ખાસ કરીને રૂપિયાના પતનને અટકાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવે અંગત રસ લઇને શનિવારે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી છે. આ રિવ્યૂ મિટિંગમાં અર્થતંત્ર પર ચર્ચા થશે. અહેવાલો અનુસાર આ મિટિંગ શુક્રવારે યોજાઇ શકે છે જેમાં નાણા પ્રધાન અરુણ જેટલી હાજર રહેશે. આ ઉપરાંત કેટલાક કેબિનેટ પ્રધાનો પણ હાજર રહેવાની શક્યતા છે. વડા પ્રધાન સાથેની બેઠકમાં રૂપિયાને કઇ રીતે મજબૂત કરાય અને પેટ્રોલ-ડીઝલના ભાવ કઇ રીતે ઘટાડાય તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, પીએમની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેવરાય અને આર્થિક બાબતોના સચિવ હસમુખ અઢિયા ભાગ લેશે.
રૂપિયાની કિંમતમાં ઘટાડો થતા ઇકોનોમી સામે ઘણા પડકારો ઉભા થઇ રહ્યા છે. બુધવારે ડોલર સામે રૂપિયો નવી નીચલી સપાટી 72.91એ પહોંચ્યો હતો. ક્રૂડના વધતા ભાવ અને વિદેશી મૂડી બહાર જવાથી શરૂઆતના કારોબારમાં રૂપિયા 22 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો હતો. રૂપિયો મંગળવારે 24 પૈસા ઘટીને 72.69 પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું અને આ પરિસ્થિતિ ઉભી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે