હવાઈ પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર ! 

ભારે નુકસાનમાં ચાલી રહેલી ખાનગી ક્ષેત્રની જેટ એરવેઝ (Jet Airways)ના હજી સુધી કુલ 19 વિમાન ઉડાન નથી ભરી શક્યા. કંપનીએ આ વિમાન ભાડે લીધા છે અને એ ભાડું ચુકવવામાં નિષ્ફળ રહી હતી. આ સંજોગોમાં હવે  જેટના હવાઈ પ્રવાસીઓ માટે નવું સંકટ ઉભું થઈ ગયું છે. Air Indiaએ તેમને પોતાના વિમાનમાં એડજેસ્ટ કરવાનો ઇનકાર કરી દીધો છે. 
હવાઈ પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર ! 

મુંબઈ : ભારે નુકસાનમાં ચાલી રહેલી ખાનગી ક્ષેત્રની જેટ એરવેઝ (Jet Airways)ના હજી સુધી કુલ 19 વિમાન ઉડાન નથી ભરી શક્યા. કંપનીએ આ વિમાન ભાડે લીધા છે અને એ ભાડું ચુકવવામાં નિષ્ફળ રહી હતી. આ સંજોગોમાં હવે  જેટના હવાઈ પ્રવાસીઓ માટે નવું સંકટ ઉભું થઈ ગયું છે. Air Indiaએ તેમને પોતાના વિમાનમાં એડજેસ્ટ કરવાનો ઇનકાર કરી દીધો છે. 

સામાન્ય રીતે કોઈ એરલાઇન જ્યારે પોતાની ફ્લાઇટ કેન્સલ કરી દે છે ત્યારે બીજી વિમાન કંપની આ પ્રવાસીઓને પોતના વિમાનમાં એડજેસ્ટ કરે છે. આના બદલે ફ્લાઇટ કેન્સલ કરનારી એરલાઇન પેમેન્ટ પરત કરે છે. 

એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે જેટ એરવેઝ અને જેટ લાઇટના પ્રવાસીઓને આગામી આદેશ સુધી અમારા વિમાનમાં જગ્યા નહીં આપીએ. હકીકતમાં ભારે નાણાકીય સંકટને પગલે આ મહિને જેટ અત્યાર સુધી 19 ફ્લાઇટ કેન્સલ કરી ચુક્યું છે. કંપની આ વિમાનોનું ભાડું ચુકવવામાં નિષ્ફળ સાબિત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news