Vastu Tips For Temple: ઘરમાં મંદિર બનાવતી વખતે ટાળો આ રંગોનો ઉપયોગ, ક્યારેય નહી સર્જાય આર્થિક તંગી

Vastu Tips For Temple: ઘરમાં મંદિર કે પૂજાના સ્થળનું વિશેષ મહત્વ હોય છે. આ સ્થળ ઘરની ઊર્જા, સુખ અને સમૃદ્ધિમાં મોટો ભાગ ભજવે છે. જેથી તેને ડિઝાઈન કરવામાં ધ્યાન રાખવું જરૂરી છે.
 

Vastu Tips For Temple: ઘરમાં મંદિર બનાવતી વખતે ટાળો આ રંગોનો ઉપયોગ, ક્યારેય નહી સર્જાય આર્થિક તંગી

Vastu Tips For Temple: મંદિર એટલે ઘરની એવી જગ્યા જ્યાં તમે તમારા ઈષ્ટદેવની આરાધના કરો છો. મંદિરની ઊર્જા ઘરની ઊર્જાને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ વાસ્તુ શાસ્ત્રમાં મંદિર માટે કેટલાક નિયમો રાખવામાં આવ્યા. આ નિયમોમાં મંદિરના રંગ માટે પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે. જેના વિશે આજે આપણે માહિતી મેળવીશું.

આ રંગનું મંદિર છે શુભ
મંદિર બનાવવા માટે બ્રાઈટ કલર્સની પસંદગી કરવી જોઈએ. ખાસ કરીને હળવો પીળો કે નારંગી રંગ ઉત્તમ માનવામાં આવે છે.આ સાથે તમે શુભ ગણાતા લાલ રંગનો પણ ઉપયોદ કરી શકો છો. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિક છે તો ગોલ્ડન કલરનો પૂજા સ્થળે ઉપયોગ કરવાની આર્થિક તંગી ખતમ થાય છે. લીલો કે હળવો ગુલાબી રંગ પણ મંદિર માટે યોગ્ય છે.

આ રંગનો ન કરો પ્રયોગ
ઘેરા રંગોનો મંદિરમાં ઉપયોગ ન કરવો જોઈએ. એમાં પણ કાળા રંગનો મંદિરમાં પ્રયોગ ન કરવો જોઈએ. આ સાથે કથ્થાઈ, ઘાટો લીલો, ઘાટો બ્લૂ, ભડકીલા રંગોના પ્રયોગથી બચવું જોઈએ. ભૂરા, મરૂન, એકદમ ઘેરો લાલ જેવા રંગોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.

મંદિરમાં કેવી લાઈટનો કરી શકાય ઉપયોગ?
મંદિરમાં લાઈટનો ઉપયોગ પણ ચોક્કસ પ્રભાવ પાડે છે. મંદિરમાં ફેન્સી કે ભડક લાઈટ્સના બદલે સાદી અને હળવી લાઈટ્સનો પ્રયોગ કરવો જોઈએ. મંદિરમાં તમે હળવી પીળી લાઈટનો ઉપયોગ કરી શકો છો.

મંદિર બનાવતા સમયે રાખો આટલું ધ્યાન
સારા ફળ મેળવવા માટે મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ. મંદિરની આસપાસ કોઈ ગંદકી ન હોય અને મંદિરની પાસે શૌચાલય ન હોય તેનું પણ ધ્યાન રાખો. મંદિરની આસપાસ જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news