Mukesh Ambani ના ઘરે આવે છે આ ડેરીમાંથી દૂધ, અહીંની ગાયો પીવે છે RO નું પાણી અને રહે છે એસીમાં...

Mukesh Ambani: અંબાણી પરિવાર માત્ર ઓર્ગેનિક શાકભાજીનો જ ઉપયોગ કરે છે. અંબાણી પરિવારના દૈનિક આહારમાં હાયજીનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજ કારણ છે કે અંબાણી પરિવાર માટે આવતું દૂધ પણ ખાસ જગ્યાએથી આવે છે. મુકેશ અંબાણી સહિત પરિવારના બધા જ લોકો આ ખાસ ડેરીમાંથી આવતા દૂધનું જ સેવન કરે છે.

Mukesh Ambani ના ઘરે આવે છે આ ડેરીમાંથી દૂધ, અહીંની ગાયો પીવે છે RO નું પાણી અને રહે છે એસીમાં...

Mukesh Ambani: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે જાણકારી મેળવવા લોકો આતુર રહે છે. ભારતના સૌથી મોટા બિઝનેસ ટાયકુન અને દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં આવતા મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે. એન્ટિલિયા પણ દુનિયાનું સૌથી મોટું અને ખાસ ઘર છે. આ ઘર એટલું મોટું છે અને તેમાં એટલી સુવિધાઓ છે કે અહીં મહિનાનું વીજળીનું બિલ પણ લાખોમાં આવે છે. અંબાણી પરિવાર માત્ર ઓર્ગેનિક શાકભાજીનો જ ઉપયોગ કરે છે. અંબાણી પરિવારના દૈનિક આહારમાં હાયજીનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજ કારણ છે કે અંબાણી પરિવાર માટે આવતું દૂધ પણ ખાસ જગ્યાએથી આવે છે. મુકેશ અંબાણી સહિત પરિવારના બધા જ લોકો આ ખાસ ડેરીમાંથી આવતા દૂધનું જ સેવન કરે છે. 

આ પણ વાંચો:

મુકેશ અંબાણી ના ઘરે મુંબઈની ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મમાંથી દૂધ આવે છે. આ ડેરી ફાર્મ પ્રાઈડ ઓફ કાઉ બ્રાન્ડ નામથી ગાયના દૂધનું વેચાણ કરે છે. જોકે માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન સહિતના સેલિબ્રિટીના ઘરે પણ આ ડેરી દૂધ સપ્લાય કરે છે. આ ડેરી ફાર્મનું દૂધ ખાસ હોય છે કારણ કે અહીં ગાયની સંભાળ પણ ખાસ રીતે રાખવામાં આવે છે. 

આ ડેરી ફાર્મમાં જે ગાયો છે તેને પણ સેલિબ્રિટીની જેમ વૈભવી સુખ સુવિધા મળે છે. અહીં ગાયની રહેવાની અને સુવાની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગાયના સુવા માટે ખાસ કેરલ થી રબર કોટિંગ વાળા ગાદલા મંગાવવામાં આવ્યા છે. આવા એક ગાદલાની કિંમત 7000 રૂપિયા જેટલી હોય છે. 

આસામમાં રહેતી ગાય માટે એસી પણ ફીટ કરવામાં આવ્યા છે. અહીંની ગાય મલ્ટીજેટ શાવરમાં સ્નાન કરે છે. અહીંની ગાયોને પીવા માટે આરોનું પાણી આપવામાં આવે છે. સાથે જ તેને ભોજનમાં સ્પેશિયલ ઓટ્સ, કપાસ, આલ્ફા ઘાસ જેવી હાઈ પ્રોટીન વસ્તુઓ આપવામાં આવે છે. 

આ પણ વાંચો:

ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મમાં ગાયોનો મૂડ સારો રહે અને ગાયો હંમેશા ખુશ રહે તે માટે સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. અહીંની ગાયો આખો દિવસ સોફ્ટ મ્યુઝિક સાંભળે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી ગાય ખુશ રહે છે અને વધારે દૂધ આપે છે. અહીંની ગાયો પણ વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવે છે તેથી અહીંનું દૂધ પણ વીઆઈપી લોકોને સપ્લાય કરવામાં આવે છે. 

આ ડેરી ફાર્મમાં 3,500 જેટલી ગાય છે. તેની સંભાળ માટે 75 કર્મચારીઓ ખડે પગે રહે છે. અહીં ગાયોનું દૂધ પણ મશીન દ્વારા કાઢવામાં આવે છે અને હાઈજીન જળવાઈ તે રીતે બોટલમાં પેક કરવામાં આવે છે. આ ડેરી ફાર્મમાં ગાયોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તેમ છતાં અહીંનું દૂધ 80 રૂપિયા પ્રતિ લીટર ના હિસાબથી વેચાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news