દાદા મુકેશ અંબાણી આજે જામનગરમાં પૌત્ર પૃથ્વીનો જન્મદિવસ ઉજવશે, આખી દુનિયા જોતી રહે તેવુ આયોજન કરાયું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દેશના સૌથી મોટા વેપારી મુકેશ અંબાણી (Mukesh Ambani) આજે પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે. આજે 10 ડિસેમ્બરે પૃથ્વી અંબાણી (Prithvi Ambani) નો જન્મદિવસ છે, ત્યારે આખો પરિવાર જામનગર (Jamnagar) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ સદીને યાદ રહી જાય તેવો આ જન્મદિવસ હશે. આ પાર્ટીમાં કોવિડના નિયમોનું ખાસ પાલન કરાવવામા આવશે, તેમજ પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનો વેક્સીનેટેડ હશે. જન્મદિવસના પહેલા અંબાણી પરિવાર દ્વારા હજારો ગામડાઓમાં ભોજન તથા અનાથાલયમાં ભેટસોગાદો આપ્યા છે.
100 પૂજારીઓ આપશે આર્શીવાદ
પૃથ્વીના જન્મદિવસ (Prithvi Ambani First Birthday) પર અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રિત કર્યા છે. જેઓ જામનગર આવીને પૃથ્વી અંબાણીને આર્શીવાદ આપશે. તેઓ પૃથ્વીના લાંબા જીવન અને સ્વાસ્થય માટે પૂજા અર્ચના કરશે. પૂજા સંપન્ન થયા બાદ તેઓ પૃથ્વીને આર્શીવાદ આપશે.
દેશના સૌથી અમીર પરિવારના સૌથી નાનકડા સદસ્યનો પહેલો જન્મદિવસ ખાસ બની રહેશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના રિલાયન્સમાં યોજાનારી પાર્ટીમાં બોલિવુડની અનેક સેલિબ્રિટીઝને આમંત્રિત કરાઈ છે. જામનગરના ફાર્મ હાઉસમાં પૃથ્વીનો જન્મદિવસ ઉજવાશે. જેમાં સચીન તેંડુલકર, દિપીકા, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટી પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર રિલાયન્સ પહોંચશે. કહેવાય છે કે, જન્મદિવસ માટે માત્ર 120 મહેમાનોને જ આમંત્રણ અપાયુ છે, જેમાંથી મોટાભાગની સેલિબ્રિટી અને નજીકના લોકો સામેલ છે.
જન્મદિન પહેલા પરિવાર દ્વારા 50 હજાર ગરીબ લોકોને ભોજન કરાવાયુ છે. તેમજ અનાથાલયમાં બાળકોને ભેટસેગાદો આપવામાં આવી છે. ભારતના લગભગ 150 જેટલા અનાથાલયમાં રહેનારા હજારો બાળકોને પૃથ્વી તરફથી ભેટ આપવામાં આવી છે. બાળકોમાં આપવામાં આવેલા રમકડા નેધરલેન્ડથી મંગાવાયા છે.
કોરોનાથી બચવા ખાસ વ્યવસ્થા
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે વચ્ચે પૃથ્વી અંબાણીનો પહેલો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેથી અંબાણી પરિવારની પાર્ટીમાં જે મહેમાનો આવશે, તે તમામ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. તમામ મહેમાનોની મેડિકલ તપાસ કરાયા હતા. રોજેરોજ તેમનો મેડિકલ રિપોર્ટ બન્યો. તેમના રિપોર્ટ નેગેટિવ આવવા પર જ અંબાણી દ્વારા બુક કરાયેલ પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર લઈ જવામાં આવનાર છે. તેઓને જન્મદિવસના સમય સુધી ક્વોરેન્ટાઈન રાખવામા આવશે. જન્મદિવસના પ્રસંગે આવનારા તમામ મહેમાનોની સાથે સાથે પરિવારના લોકોની સુરક્ષા જોતા આ ક્વોરેન્ટીન બબલ પાર્ટીનું આયોજન કરવામા આવ્યુ છે.
વિદેશથી આવશે શેફ
પાર્ટીમાં મહેમાનોને થાઈલેન્ડ અને ઈટલીથી બોલાવાયેલા શેફના હાથે બનાવાયેલુ ભોજન પિરસાશે. તેમની પણ કોરોનાની સંપૂર્ણ તપાસ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે