₹1 લાખના રોકાણને 9 વર્ષમાં બનાવી દીધા 5 કરોડ, 3 રૂપિયાનો શેર પહોંચ્યો ₹1400 ને પાર
Stocks to Invest: જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ (jyoti resins and adhesive) એક એવો શેર છે જે ઘણા વર્ષો સુધી પેની સ્ટોક બનેલો રહ્યો. પરંતુ 2014 બાદ તેમાં જોરદાર તેજી આવી અને આજે ભાવ 1400 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટમાં બધા જલદી પૈસા બનાવવા વિશે વિચારે છે. ઘણીવાર તેની આ ઈચ્છા પૂરી થઈ જાય છે પરંતુ સામાન્ય રીતે સ્ટોક માર્કેટમાં તેનો જલવો જોવા મળે છે જે લાંબી રેસ દોડીને આવે છે. જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સ (jyoti resins and adhesive) ના ઈન્વેસ્ટર આ વાતનો પૂરાવો છે. આ કંપનીના શેર ખુબ લાંબા સમય સુધી 10 રૂપિયાની અંદર ટ્રેડ કરતા રહ્યાં. પરંતુ 2014 બાદ તેના રોકાણકારોનું ભાગ્ય બદલાયું. આ શેર 1994માં બીએસઈ પર લિસ્ટ થયો હતો. ત્યારે તેની કિંમત 3 રૂપિયા જેટલી હતી.
1995માં આ શેર 60 રૂપિયાની ઉપર પહોંચ્યો પરંતુ ધીમે ધીમે નીચની તરફ આવી ગયો. આ શેર 2000વાળા દાયકામાં તો 10 રૂપિયાની ઉપર નિકળી શક્યો નહીં. 5 સપ્ટેમ્બર 2014ના આ શેર 2.73 રૂપિયાનો હતો. ત્યારબાદ તેમાં તેજી આવવાની શરૂ થઈ હતી. આગામી ત્રણ વર્ષ એટલે કે 2017 સુધી શેર 57 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
2020માં બન્યો રોકેટ
વર્ષ 2020માં આ શેર રોકેટની જેમ ઉપરની તરફ ભાગ્યો. 2020માં શેરએ 100 રૂપિયાનો આંકડો પાર કર્યો. ત્યારબાદ 2021માં 500ને પાર પહોંચ્યો. આ રીતે આગળ વધતા વધતા આજે શેર 1404 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકે 2014થી અત્યાર સુધી પોતાના શેરધારકોને 28000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ઘણા લોકો કહે છે કે આવી પેટર્ન માત્ર સપનામાં જોવા મળે છે. પરંતુ આ સત્ય છે.
1 લાખના બન્યા 5 કરોડ
સ્ટોકની શરૂઆત છોડો જો કોઈએ તેમાં 2014ના સપ્ટેમ્બરમાં પૈસા લગાવ્યા હોત તો તે વ્યક્તિ આજે માલામાલ બની ગયો હોત. જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો 2.74 રૂપિયા પ્રતિ શેરના ભાવે તેના ડીમેટ ખાતામાં 36630 શેર આવી ગયા હોત. આજે આ શેર આશરે 1405 રૂપિયાનો છે. આ શેરની વર્તમાન કિંમત 5,14, 65,150 રૂપિયા થઈ ગઈ હોત.
શું કરે છે કંપની
જ્યોતિ રેઝિન્સ એક સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે. તે એડહેસિવ્સ બનાવે છે જે લાકડા અને પાઈપોને ચોંટાડે છે. તેનું બ્રાન્ડ નેમ યુરો છે. કંપનીનું માર્કેટ કેપ હાલમાં 1681 કરોડ રૂપિયા છે. તેના શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે. કંપનીના શેરમાં રૂ. 1818ની 52 સપ્તાહની ઊંચી સપાટી અને રૂ. 700ની નીચી સપાટી છે. કંપનીના પ્રમોટરો તેના 50.82 ટકા શેર ધરાવે છે. તે જ સમયે, 48.85 ટકા શેર રિટેલ માર્કેટમાં છે.
(Disclaimer: અહીં માત્ર સ્ટોકના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે