નારાયણમૂર્તિએ કહ્યું, દુનિયામાં જે ઉત્તમ હોય તેની સાથે તમારી તુલના કરો

તમારા ક્ષેત્રમાં દુનિયામાં જે ઉત્તમ હોય તેની સાથે તુલના કરવાનો પ્રયાસ કરો. આજે કદાચ તે મુશ્કેલ અને મોંઘુ લાગશે, પણ હું તમને જણાવીશ કે જે આકાશને સ્પર્શવા માંગે છે તેના માટે કશું જ મોંઘુ નથી.” 76 વર્ષના નારાયણમૂર્તિએ જણાવ્યું કે ક્ષમતા અને મૂલ્યો એ સ્ટાર્ટઅપના ખૂબ જ મહત્વના લક્ષણો છે. 

નારાયણમૂર્તિએ કહ્યું, દુનિયામાં જે ઉત્તમ હોય તેની સાથે તમારી તુલના કરો

દુનિયાની શ્રેષ્ઠ બાબતો સાથે તુલના કરવાનું મુશ્કેલ હોઈ શકે છે, પણ એક સફળ કંપનીના નિર્માણ માટે આ ગુણ મહત્વનો બની રહે છે તેવું ઈન્ફોસિસના સ્થાપકોમાંના એક એનઆર નારાયણમૂર્તિએ શનિવારે જણાવ્યું છે. મૂર્તિ કે જેમની ગણના “ભારતમાં આઈટી સેક્ટરના પિતામહ” તરીકે થાય છે તેમણે ધ ઈન્ડસ આંત્રપ્રિનિયોર્સ (ટાઈ) અમદાવાદના ફ્લેગશીપ ઈવેન્ટ ટાઈકોન 2022માં ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને ઈન્વેસ્ટર્સને સંબોધન કર્યું હતું.

નારાયણમૂર્તિએ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ક્ષેત્રના સુનિલ પારેખ સાથેની ફાયરસાઈડ ચેટ દરમ્યાન જણાવ્યું કે “અહીંના અદ્દભૂત ઉદ્યોગસાહસિકોને મારી સલાહ છે કે તમારા ક્ષેત્રમાં દુનિયામાં જે ઉત્તમ હોય તેની સાથે તુલના કરવાનો પ્રયાસ કરો. આજે કદાચ તે મુશ્કેલ અને મોંઘુ લાગશે, પણ હું તમને જણાવીશ કે જે આકાશને સ્પર્શવા માંગે છે તેના માટે કશું જ મોંઘુ નથી.” 76 વર્ષના નારાયણમૂર્તિએ જણાવ્યું કે ક્ષમતા અને મૂલ્યો એ સ્ટાર્ટઅપના ખૂબ જ મહત્વના લક્ષણો છે. 

તેમણે જણાવ્યું કે “ક્ષમતા એ એક આવશ્યક ક્વોલિફિકેશન છે અને મૂલ્યો એ ટીમના એવા સ્થંભ છે કે જેની ઉપર ટકી રહેવાનું રહે છે.” કોઈપણ મોટી બાબતના નિર્માણ બાબતે તમારે તમારા મૂલ્યો પ્રત્યેની કટિબધ્ધતા દર્શાવીને લોકોમાં વિશ્વાસ પેદા કરવાની જરૂર હોય છે. કોઈ કંપની મૂલ્યોને વળગી રહ્યા સિવાય લાંબો સમય ટકી રહી હોય તેવું મારી જાણમાં નથી. નારાયણમૂર્તિ કે જેમને ઈન્ફોસિસની ઈક્વિટીનું 19 ટકા જેટલું ડેમોક્રેટાઈઝીંગ કરવાનો યશ આપવામાં આવે છે અને હાલની કિંમતે તેનું મૂલ્ય રૂ.1,20,000 કરોડ જેટલું થાય છે, તેમણે ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને જણાવ્યું કે આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જેમાં ઉદ્યોગસાહસિકતાની કદર થાય છે.

જતિન ત્રિવેદીએ ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને જો કોઈ ખોટ ગઈ હોય તો તેને  લર્નિંગ કર્વ ગણાવતાં કહ્યું કે “ગુજરાતને સતત ત્રીજા વર્ષે કર્ણાટક અને નેધરલેન્ડની સાથે સાથે સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ઉત્તમ રાજ્ય ગણવામાં આવ્યું છે. ગુજરાત જ્યારે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તરફ આગળ ધપી રહયું છે ત્યારે ટાઈકોન-2022 રજૂ કરતાં હું રોમાંચ અનુભવું છું.” એન્ટરથોનનના થીમ ઉપર જેનું આયોજન કરવામાં આવ્યું હતું તે ટાઈકોન 2022માં કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ એક જ મંચ પર એકત્ર થયા હતા, જેનાથી સ્ટાર્ટઅપ્સને પોતાનું બિઝનેસ મોડલ, વેન્ચર કેટાલીસ્ટસ, નેક્સ વેન્ચર્સ, યુનિકોર્ન ઈન્ડિયા વેન્ચર્સ, બ્લુમ વીસી અને 100x વીસી જેવા ઉત્તમ રોકાણકારો સમક્ષ રજૂ કરવાની તક પ્રાપ્ત થઈ હતી.

ગુજરાતમાં ઉદ્યોગસાહસિકતા, ભારતની સ્ટાર્ટઅપ સ્ટોરી, સ્ટાર્ટઅપ ફંડીંગ, નવા યુગના સાહસોનું નિર્માણ અને અન્ય અર્થપૂર્ણ વિષયો ઉપર ટાઈકોન-2022માં પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુરલી બુક્કાપટનમે ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સની તકો અંગે  જણાવ્યું હતુ કે તેમના માટે અનેક તકો છે અને કલ્પના કરી શકાય નહીં તેવા વ્યાપ સાથે ભારત, વિશ્વના અર્થતંત્રમાં ઈનોવેશનને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે ઉદ્યોગસાહસિકોને એ રીતે પોતાની મજલનું નિર્માણ કરવા જણાવ્યું હતું કે જેમાં કોઈના પણ ફંડીંગ ઉપર આધાર રાખવો પડે નહીં. આ પ્રસંગે વેન્ચર કેટાલીસ્ટસ અને ટાઈ અમદાવાદ વચ્ચે એક સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news