New Tyre Design: ગાડી માલિકો માટે કામના સમાચાર, 1 ઓક્ટોબરથી બદલાય જશે તમારી કારના ટાયર, થશે આ ફાયદો

New Tyre: 1 ઓક્ટોબર 2022થી તમારી ગાડીના ટાયરની ડિઝાઇન બદલાય જશે. હાલ નવી ડિઝાઇનથી ટાયર લગાવવા માટે લોકોને આગામી વર્ષ સુધીનો સમય આપવામાં આવસે. 31 માર્ચ 2023 સુધી દરેક વાહનમાં નવા ટાયર લગાવવા ફરજીયાત હશે. 

New Tyre Design: ગાડી માલિકો માટે કામના સમાચાર, 1 ઓક્ટોબરથી બદલાય જશે તમારી કારના ટાયર, થશે આ ફાયદો

નવી દિલ્હીઃ જો તમે વાહન માલિક છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં 1 ઓક્ટોબર 2022થી પોતાની ગાડીના ટાયરની ડિઝાઇન બદલી જશે. ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ (MVA) માં ઘણા નવા નિયમ લાગૂ કર્યાં છે. આ કડીમાં 1 ઓક્ટોબરથી દેશમાં નવી ડિઝાઇનના ટાયર મળવાના શરૂ થઈ જશે. લોકોને નવા ટાયર બદલવા માટે સમય આપવામાં આવશે. પરંતુ આ તક 31 માર્ચ સુધી મળશે. 1 એપ્રિલ 2023થી આ નવી ડિઝાઇનના ટાયરો પર દરેક ગાડી ચલાવવી ફરજીયાત હશે. આમ ન થવા પર કાર્યવાહી કરવામાં આવશે. જાણો શું છે આ નવો નિયમ...

શું છે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર
તમે ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ જ્યારે તમે બજારમાંથી કોઈ સામાન ખરીદો છો અથવા સર્વિસ લો છો તો તમે તેનું રેટિંગ પણ જુઓ છે, પરંતુ ટાયરના મામલામાં અત્યાર સુધી આ નહોતું. સરકારે મોટર વ્હીકલ એક્ટમાં કેટલાક ફેરફાર કરી હવે ટાયરો માટે પણ સ્ટાર રેટિંગ ફરજીયાત કરી દીધી છે. નવી સુવિધા હેઠળ ગ્રાહકો ટાયર ખરીદતા પહેલાં તેની સાથે જોડાયેલી જાણકારી લઈ શકશે. 

કેટલા પ્રકારના હોય છે ટાયર
ટાયર પર વિસ્તારથી વાત કરીએ તો પહેલાં તે સમજવુ જરૂરી છે કે આખરે ટાયર કેટલા પ્રકારના હોય છે. નિષ્ણાંત પ્રમાણે ટાયર 3 પ્રકારના હોય છે. પ્રથમ હોય છે  C1 અને આ પેસેન્જર કાર માટે હોય છે. બીજો પ્રકાર હોય છે  C2 જે નાની કોમર્શિયલ ગાડીઓ માટે હોય છે. ટાયરની ત્રીજી કેટેગરી છે  C3, જેનો યૂઝ હેવી કોમર્શિયલ ગાડીઓમાં કરવામાં આવે છે. 

ડિઝાઇન બદલવા પાછળનું કારણ
સરકારે ટાયરને લઈને જે ફેરફાર કર્યાં છે તે હેઠળ હવે ટાયર માટે ત્રણ માપદંડ નક્કી કરવામાં આવ્યાં છે. આ ત્રણ માપદંડ છે રોલિંગ રેજિસ્ટેન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશન્સ. ટાયર કંપનીઓએ તેનું પાલન કરતા હવે BIS ના માપદંડોના આધાર પર ટાયર બનાવવું પડશે. નવી વ્યવસ્થાથી બનેલા ટાયર પહેલાની તુલનામાં વધુ સુરક્ષિત હશે. 

જેમ ઉપર અમે તમને જણાવ્યું કે ટાયરનું નિર્માણ 3 માપદંડોને ધ્યાનમાં રાખીને થશે. તેવામાં લોકોએ આ માપદંડોને પણ સમજવા જરૂરી છે. 

1. રોલિંગ રેજિસ્ટેન્સ- રોલિંગ સેજિસ્ટેન્સનો અર્થ છે કે તે ઉર્જા જે કાર કે વાહનને ખેંચવા કે પુલ કરવા માટે લાગે છે. જો રેજિસ્ટેન્સ ઓછુ છે તો ટાયરે વધુ તાકાત લગાવવી પડે છે. 

2. વેટ ગ્રિપ- વરસાદમાં તમે જોશો કે ભીંના રસ્તા પર ટાયર સ્લિપ થવા લાગે છે. તેનાથી ઘણીવાર અકસ્માત થાય છે. તેવામાં હવે વેટ ગ્રિપ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. વેટ ગ્રિપ ટાયરની સપાટી અને રેસ ટ્રેક વચ્ચેનું ફ્રિક્શન છે. નવી ડિઝાઇનમાં તેને સારી બનાવવામાં આવશે. 

3. રોલિંગ સાઉન્ડ એમિશન્સ- જો ટાયર થોડુ જુનુ છે તો તમે ધ્યાન આપશે કો ગાડી ચલાવવા દરમિયાન ટાયરમાંથી અવાજ આવે છે. સરકારે ટાયર કંપનીઓને નવી ડિઝાઇનમાં તેના પર કામ કરવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news