પેટ્રોલ સાથે જોડાયેલા આ સમાચારો કરી દેશે ખુશ, ગ્રાહકોને મળી રહ્યો છે મોટો ફાયદો

પેટ્રોલ નખાવીને પેમેન્ટ કરાવતી વખતે મળી શકશે 5% જેટલો સુપરકેશનો ફાયદો પણ એ 50 રૂ. કરતા વધારે નહીં હોય

પેટ્રોલ સાથે જોડાયેલા આ સમાચારો કરી દેશે ખુશ, ગ્રાહકોને મળી રહ્યો છે મોટો ફાયદો

નવી દિલ્હી : સતત વધી રહેલી પેટ્રોલની કિંમતો વચ્ચે ગ્રાહકો માટે એક રાહતના સમાચાર છે. મોબિક્વિક જેવી ઇ પેમેન્ટવાળી સાઇટ્સ પર કેશબેક ઓફર પછી સુપરકેશનો ફાયદો પણ મળી રહ્યો છે. આ ઓફર 7 જાન્યુઆરી, 2018 સુધી જ માન્ય છે. આમાં પેટ્રોલ નખાવીને પેમેન્ટ કરાવતી વખતે મળી શકશે 5% જેટલો સુપરકેશનો ફાયદો પણ એ 50 રૂ. કરતા વધારે નહીં હોય. આ સુપરકેશનો ફાયદો દર અઠવાડિયે ઉપાડી શકાય છે. આમ, જો તમે 100 રૂ.નું પેટ્રોલ નખાવશો તો તમને એ પેટ્રોલ 94.25 રૂ.નું પડશે. આ સુપરકેશ આગામી ટ્રાન્ઝેક્શમાં વપરાઈ શકે છે. 

કેવી રીતે મળશે ફાયદો?
ઓફરનો ફાયદો ઉઠાવવા માટે કોઈ કુપનકોડની જરૂર નહીં પડે પણ પેટ્રોલ પંપ પર પેમેન્ટ કરતી વખતે માત્ર ક્યુઆર (QR) કોડ સ્કેન કરવો પડશે. આ પછી તમે જેટલી રકમનું પેટ્રોલ નખાવ્યું હોય એની અમાઉન્ટ નાખવી પડશે. આ પછી વોલેટમાં મહત્તમ 50 રૂ. સુપરકેશ તરીકે આવશેૃ જેનો ઉપયોગ બીજી વખત પેટ્રોલ નખાવતી વખતે થઈ શકશે. જોકે આ સુવિધા ગણતરીના પેટ્રોલ પંપર પર જ મળશે. 

કેશબેક પણ મળશે
પેટ્રોલ નખાવ્યા પછી વોલેટમાં સુપરકેશ તો મળશે જ પણ સાથેસાથે 0.75% ઓનલાઇન પેમેન્ટમાં ડિસ્કાઉન્ટ પણ મળશે. આ કેશબેક તમારા વોલેટમાં 5 વર્કિગ ડેમાં ક્રેડિટ કરવામાં આવશે જેના માટે તમારે માત્ર 24 કલાક જ રાહ જોવી પડશે. આ તમામ ક્રેડિટ મોબિકિવક વોલેટમાં જ આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news