નવેમ્બરમાં થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો વિગત

New Rules From 1st November 2023: નવેમ્બરમાં ઘણા ફેરફાર થવાની સંભાવના છે, જેમ કે જીએસટી ચલણ અપલોડ કરવાની મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને લેપટોપ તથા ઈલેક્ટ્રિક વસ્તુના ઈમ્પોર્ટ પર છૂટ આપવામાં આવી છે. બીએસઈએ પણ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે.
 

નવેમ્બરમાં થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો વિગત

નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનો પૂર્ણ થવામાં 5 દિવસનો સમય બાકી છે. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ જશે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થતાં હોય છે. આ ફેરફાર સીધા સામાન્ય લોકો સાથે જોડાયેલા હોય છે. આગામી મહિનો એટલે કે નવેમ્બરમાં પણ કેટલાક ફેરફાર થવાના છે. તમારે પણ આ ફેરફાર વિશે જાણી લેવું જોઈએ. અમે તમને નવેમ્બરમાં ફેરફાર થતા નિયમો વિશે જણાવી રહ્યાં છીએ. આ ફેરફારોમાં જીએસટીથી લઈને લેપટોપ ઈમ્પોર્ટ સુધી ઘણા ફેરફાર સામેલ છે. આવો તેના વિશે જાણીએ. 

આ ફેરફાર થશે
એલપીજી સિલેન્ડરના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર થવાની સંભાવના રહે છે, કારણ કે દર મહિનાની પ્રથમ તારીખે તેની સમીક્ષા કરવામાં આવે છે. એટલે તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. સાથે એવું પણ બની શકે કે કિંમતોમાં કોઈ ફેરફાર ન થાય. તો રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર એટલે એનઆઈસી પ્રમાણે સો કરોડ રૂપિયા કે તેનાથી વધુના કારોબારવાળા વેપારે એક નવેમ્બરથી 30 દિવસની અંદર ઈ-ચલણ પોર્ટલ પર જીએસટી ચલણ અપલોડ કરવું પડશે. જીએસટી ઓથોરિટીએ આ નિર્ણય સપ્ટેમ્બર મહિનામાં લીધો હતો. 

ઈમ્પોર્ટને લઈને ડેડલાઇન
સરકારે 30 ઓક્ટોબર સુધી એચએસએન 8741 કેટેગરી હેઠળ આવનાર લેપટોપ, ટેબલેટ, પર્સનલ કમ્પ્યૂટર અને બીજી ઈલેક્ટ્રિક વસ્તુના ઈમ્પોર્ટ પર છૂટ આપી હતી. પરંતુ એક નવેમ્બરથી શું થશે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

ટ્રાન્ઝેક્શન ચાર્જ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈએ 20 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે 1 નવેમ્બરથી ઈક્વિટી ડિરેવેટિવ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારશે. આ ફેરફાર એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઓપ્શન પર લગાડવામાં આવશે. ટ્રાન્ઝેક્શન ચાર્જ વધવાથી વેપારીઓ અને તેમાં ખાસ કરીને રિટેલ ઈન્વેસ્ટરો પર નકારાત્મક અસર પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news