પ્રથમ દિવસે થશે 50% નો ફાયદો, 27 ઓક્ટોબરે લોન્ચ થશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, જાણો GMP

મૈત્રેય મેડિકેયરનો આઈપીઓ 27 ઓક્ટોબરે ઓપન થઈ રહ્યો છે અને તેનું સબ્સક્રિપ્શન 1 નવેમ્બર સુધી ખુલો રહેશે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 78થી 82 રૂપિયા છે. તો તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 45 રૂપિયા પર પહોંચી ગયું છે. 
 

પ્રથમ દિવસે થશે 50% નો ફાયદો, 27 ઓક્ટોબરે લોન્ચ થશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, જાણો GMP

નવી દિલ્હીઃ વધુ એક કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ મૈત્રેય મેડિકેયરનો આઈપીઓ છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 78થી 82 રૂપિયા છે. મૈત્રેય મેડિકેયરનો આઈપીઓ (Maitreya Medicare IPO)સબ્સક્રિપ્શન માટે શુક્રવાર 27 ઓક્ટોબરે ખુલશે. કંપનીનો આઈપીઓ 1 નવેમ્બર સુધી ઓપન રહેશે.મૈત્રેય મેડિકેયરનો આઈપીઓ હજુ ઓપન થયો નથી, પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓને જબરદસ્ત રિસ્પોન્સ મળવા લાગ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં અત્યારે 55 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. 

125 રૂપિયાની ઉપર લિસ્ટ થઈ શકે છે શેર
મૈત્રેય મેડિકયરના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 78થી 82 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો કંપનીના શેર 82 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર અલોટ થાય છે તો કંપનીના શેર 127 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે કંપનીના આઈપીઓમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે 55 ટકાનો ફાયદો થઈ શકે છે. કંપનીના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 14.89 કરોડ રૂપિયા છે. 

9 નવેમ્બરે લિસ્ટ થશે કંપનીના શેર
આઈપીઓમાં મૈત્રેય મેડિકેયરના શેરનું એલોટમેન્ટ 6 નવેમ્બર 2023ના ફાઇનલ થઈ શકે છે. તો કંપનીના શેર 9 નવેમ્બરે લિસ્ટ થઈ શકે છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકે છે. કંપનીના આઈપીઓના 1 લોટમાં 1600 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સે 131,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીના શેર એનએસઈ એસએમઈ એક્સચેન્જમાં લિસ્ટ થશે. મૈત્રેય મેડિકેયર ગુજરાતના સુરતમાં સ્થિત એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. હોસ્પિટલમાં 18 સ્પેશિયાલિટીઝ અને સુપર સ્પેશિયાલિટીઝ છે. કંપનીમાં પ્રમોટરની ભાગીદારી હાલ 100 ટકા છે, જે કંપનીના લિસ્ટિંગ બાદ ઘટી 73.20 ટકા રહી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news