ખેતીને સ્માર્ટ બનાવવા માટે બજારમાં આવ્યા બે નવા ટ્રેકટર, નવી ટેક્નોલોજીથી સજ્જ

ઇન્ટનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ (ITL)એ બુધવારે બે ટ્રેક્ટર સોલિસ (SoliS) અને યન્માર (YANMAR) લોન્ચ કર્યા. આ ટ્રેક્ટરમાં ઘણા એવા ફીચર અને ટેક્નોલોજી છે જે ખેડૂતો માટે સ્માર્ટ ખેતીમાં મદદગાર થશે. તમને જણાવી દઇએ કે આઇટીએલ અને જાપાનની ટ્રેક્ટર બનાવનાર કંપની યન્માર એગ્રીબિઝનેસ કંપની લિમિટેડ, બંને મળીને આ બે નવા ટ્રેક્ટરને ભારતમાં લોન્ચ કર્યા છે. બંને કંપનીઓની પાર્ટનરશિપ તેમનું 5 વર્ષમાં 50 હજાર ટ્રેક્ટર વેચવા અને આગામી 2 વર્ષોમાં 400 ડીલરશિપ તૈયાર કરવાનો ટાર્ગેટ છે.   
ખેતીને સ્માર્ટ બનાવવા માટે બજારમાં આવ્યા બે નવા ટ્રેકટર, નવી ટેક્નોલોજીથી સજ્જ

નવી દિલ્હી: ઇન્ટનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ (ITL)એ બુધવારે બે ટ્રેક્ટર સોલિસ (SoliS) અને યન્માર (YANMAR) લોન્ચ કર્યા. આ ટ્રેક્ટરમાં ઘણા એવા ફીચર અને ટેક્નોલોજી છે જે ખેડૂતો માટે સ્માર્ટ ખેતીમાં મદદગાર થશે. તમને જણાવી દઇએ કે આઇટીએલ અને જાપાનની ટ્રેક્ટર બનાવનાર કંપની યન્માર એગ્રીબિઝનેસ કંપની લિમિટેડ, બંને મળીને આ બે નવા ટ્રેક્ટરને ભારતમાં લોન્ચ કર્યા છે. બંને કંપનીઓની પાર્ટનરશિપ તેમનું 5 વર્ષમાં 50 હજાર ટ્રેક્ટર વેચવા અને આગામી 2 વર્ષોમાં 400 ડીલરશિપ તૈયાર કરવાનો ટાર્ગેટ છે.   

જોકે કંપનીએ ટ્રેક્ટરની કિંમતનો ખુલાસો કર્યો નથી પરંતુ કંપનીએ જણાવ્યું કે બંને ટ્રેક્ટરની કિંમતોમાં 8 થી 12 ટકા સુધી અંતર હશે. આ ટ્રેક્ટરને લોન્ચ કરવાના અવસર પર આઇટીએલના મેનેજિંગ ડિરેક્ટર દીપક મિત્તલે કહ્યું કે સોલિસ અને યન્માર ટ્રેક્ટર ભારતમાં ખેતીની રીતમાં પરિવર્તન લાવશે. ઝી બિઝનેસ દ્વારા એસી કેબિન સાથે ટ્રેકરની ઉપલબ્ધતા સાથે સંકળાયેલા પ્રશ્ન વિશે પૂછવામાં આવતાં કંપનીના એમડી દીપક મિત્તલે કહ્યું કે ગ્રાહકોની માંગ પર એસી કેબિનની ઉપલબ્ધતા કરાવશે. તેમણે કહ્યું કે કંપનીએ વર્ષ 2011માં પ્રથમ સોલિસ ટ્રેક્ટર્સ યૂરોપમાં નિર્યાત કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી 8 વર્ષમાં 120 દેશોમાં સોલિસના 1 લાખથી વધુ કસ્ટમર્સ છે.

તેમણે કહ્યું કે આ લોન્ચિંગ સાથે કંપની આગામી બે વર્ષ દરમિયાન ભારતમાં 50000 યૂનિટના વેચાણનો લક્ષ્ય માનીને ચાલી રહી છે. તેમણે કહ્યું કે 'અમે એપ્લીકેશન આધારિત સમાધાન આપવાનો પ્રયત્ન કરી રહી છે જેથી અમારા ખેડૂતોની બે મુખ્ય મુશ્કેલી પાણી અને ઓછી ઉપજની સમસ્યા દૂર થઇ શકે. મિત્તલે કહ્યું કે સોલિસ અને યન્માર બંને ટ્રેકટર મેડ ઇન ઇન્ડીયા છે અને તેમાં પાવરફૂલ ઉપકરણ, એડવાન્સ ફીચર્સ છે જે ટફનેસ, ડ્યૂરેબિલિટી પાવર અને સારા પ્રદર્શનનો અનુભવ કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news