સુરતનું નસીબ સોનાનું નીકળ્યું, વિશ્વનો બીજા નંબરનો ગારમેન્ટ એક્સપોર્ટ કરતો દેશ હવે સુરતમાંથી કાપડ મંગાવશે

વૈશ્વિક સ્તેર વધી રહેલી MMF ટેક્સટાઈલની માગને જોતા બાંગ્લાદેશ હવે સુતરથી કાપડ મંગાવશે. વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એકસપોર્ટનો 80 બિલિયન યુએસ ડોલરનો ટાર્ગેટ બાંગ્લાદેશ રાખ્યો છે

સુરતનું નસીબ સોનાનું નીકળ્યું, વિશ્વનો બીજા નંબરનો ગારમેન્ટ એક્સપોર્ટ કરતો દેશ હવે સુરતમાંથી કાપડ મંગાવશે

ચેતન પટેલ/સુરત :વૈશ્વિક સ્તેર વધી રહેલી MMF ટેક્સટાઈલની માગને જોતા બાંગ્લાદેશ હવે સુતરથી કાપડ મંગાવશે. બાંગ્લાદેશ અને ભારતના સેલર-બાયર્સ વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસિયેશન સેતુની ભૂમિકા ભજવશે. વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એકસપોર્ટનો 80 બિલિયન યુએસ ડોલરનો ટાર્ગેટ બાંગ્લાદેશ રાખ્યો છે.જેનો પુરો કરવા સુરતના કાપડ ઉત્પાદકો ઉપર દારોમદાર રાખવામાં આવ્યો છે. 

ચેમ્બરે સુરતના ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ અને બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળ વચ્ચે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખે કહ્યું કે ભારતમાંથી બાંગ્લાદેશમાં થતા કોમર્શિયલ એક્સપોર્ટ લાગતી  80 ટકા ડ્યૂટી હટાવવા રજૂઆત કરવી જોઈએ. અત્યાર સુધી બાંગ્લાદેશ ભારતમાંથી કાપડ મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અને તિરુપુરથી આયાત કરતું હતું. પરંતુ સુરતની કેપેસિટી જોઇ હવે સુરતથી જ કાપડ મંગાવવાની બાંગ્લાદેશી પ્રતિનિધિ મંડળે બાંહેધરી આપી છે.

આ પણ વાંચો : ફરી રોજની 400 સિગારેટ પીવા મજબૂર બની મહિલાઓ, મોંઘવારીએ માઝા મૂકી તો હવે ચુલો જ સળગાવવો પડશે

બાંગ્લાદેશ સરકાર દ્વારા વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એક્સપોર્ટનો 80 બિલિયન યુએસ ડોલરનો ટાર્ગેટ હાંસલ કરવા માટે સુરતના કાપડ ઉત્પાદકો ઉપર દારોમદાર રાખવામાં આવ્યો છે. બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિયેશનનું એક પ્રતિનિધિ મંડળ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરે સુરતના ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ અને બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળ વચ્ચે ચર્ચા થઈ હતી. 

આ વિશે ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતથી બાંગ્લાદેશ ખાતે કરવામાં આવતા કોમર્શિયલ એક્સપોર્ટ ઉપર 80 ટકા ડ્યૂટી લાગે છે. આથી તેમણે બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળને પ્રથમ તો આ ડયૂટી હટાવવા માટે તેઓની સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહયું હતું કે, આજે રૂબરૂ થયેલો વાર્તાલાપ આગળ પણ ઓનલાઇનના માધ્યમથી સતત જારી રાખીશું અને બાંગ્લાદેશ તથા ભારતના બાયર્સ અને સેલર વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશન સેતુની ભૂમિકા ભજવશે. 

સાથે જ તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા વિવનીટ એક્ઝીબીશન અને યાર્ન એકસ્પોમાં બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ સહિતના પ્રતિનિધી મંડળને આમંત્રણ આપ્યું હતું. અત્યાર સુધી ભારતમાંથી કાપડ અનુક્રમે મુંબઇ, કોલકાત્તા, ચેન્નાઇ અને તિરુપુરથી આયાત કરતા હતા. પરંતુ સુરતની કેપેસિટી જોઇ હવે સુરતથી જ કાપડ મંગાવશે તેવી બાંયધરી પ્રતિનિધિ મંડળે આપી હતી. બાંગ્લાદેશ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એક્સપોર્ટર છે. વાર્ષિક 40 બિલિયન યુએસ ડોલર જેટલું એક્સપોર્ટ કરે છે. તેઓની સરકાર દ્વારા વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એક્સપોર્ટનો ટાર્ગેટ ૮૦ બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે. તેઓના ગારમેન્ટ એન્ડ એપેરલનો વિકાસ દર વાર્ષિક ૪૦ ટકા જેટલો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news