હવે મુસાફરો પસંદ કરી શકશે પોતાનું મનપસંદ ભોજન, કાર્ડથી કરશે ચૂકવણી

રેલવેમાં મુસાફરી કરતી વખતે હવે મુસાફરોને કેટીંન દ્વારા પિરસવામાં આવતા નક્કી ભોજનને ખાવા અને ચૂકવવા માટે ચિલ્લર શોધવાની જરૂર નથી. સરકારે ગાડીઓમાં મેન્યૂમાંથી પોતાની પસંદગીનું ભોજન પસંદ કરવાને અને કાર્ડ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા શરૂ કરી છે.

હવે મુસાફરો પસંદ કરી શકશે પોતાનું મનપસંદ ભોજન, કાર્ડથી કરશે ચૂકવણી

નવી દિલ્હી: રેલવેમાં મુસાફરી કરતી વખતે હવે મુસાફરોને કેટીંન દ્વારા પિરસવામાં આવતા નક્કી ભોજનને ખાવા અને ચૂકવવા માટે ચિલ્લર શોધવાની જરૂર નથી. સરકારે ગાડીઓમાં મેન્યૂમાંથી પોતાની પસંદગીનું ભોજન પસંદ કરવાને અને કાર્ડ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા શરૂ કરી છે. હવેથી 25 ગાડીઓના મુસાફરો પોતાના ભોજન માટે પહેલાંથી નક્કી કરવામાં મેન્યૂમાંથી ભોજન પસંદ કરી શકશે અને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પણ ચૂકવણી કરી શકશે. તેનાથી વધુ પૈસા માંગવામાં આવતાં અથવા છૂટા માટે પરેશાન થવું નહી પડે.

તાજેતરમાં જ શરૂ થયેલી આ સુવિધા બધા ઝોનમાં તબક્કા વાર લાગૂ થશે. વિક્રેતા પાસે પીઓએસ મશીન હશે અને પહેલાંથી લોડ કરેલું સોફ્ટવેર હશે જેમાં યાત્રી મેન્યૂ અને કિંમત જોઇ શકશે. તેમાં હેરફેર કરી શકાશે નહી. ભાવ નકી હશે યાત્રી ભોજન માટે પોતાના કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકશે. આ સુવિધાથી મુસાફરોને ત્રણ ફાયદા થશે, પહેલાં તો આ ભોજન અધિકૃત વિક્રેતા પાસેથી મળશે, બીજું તેની નક્કી કિંમત પર મળશે અને ત્રીજું છૂટા પૈસા માટે પરેશાન થવાની જરૂર નહી પડે.

25 ટ્રેનોમાં સુવિધા
જે રેલગાડીઓમાં કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા માટે પીઓએસ મશીન આપવામાં આવ્યા છે તેમાં બેગલુરૂ થી નવી દિલ્હી સુધી ચાલનારી કર્ણાટક એક્સપ્રેસ, જમ્મૂ તવી-કોલકત્તા સિયાલદહ એક્સપ્રેસ અને નવી દિલ્હીથી હૈદ્વાબાદ વચ્ચે દોડનારી તેલંગાણા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જયપુરથી મુંબઇ વચ્ચે દોડનારી અરાવલી એક્સપ્રેસમાં પણ આ સુવિધા આપવામાં આવી છે.

હાલ રેલવે પાસે 76 પીઓએસ મશીનો છે. બીજી કેટલી ટ્રેનોમાં તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે, તેનું એસ્ટીમેન્ટ લગાવવામાં આવી રહ્યું છે. આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું કારણ કે મુસાફરો દ્વારા ભોજન માટે વધુ પૈસા વસૂલવાની ફરિયાદ મળી રહી હતી. 

પેટીએમ દ્વારા પણ કરી શકાશે ચૂકવણી
રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનમાં ભોજનની ચૂકવણી માટે પીઓએસ મશીનથી તમે પેટીએમ અને ભીમ એપના માધ્યમ વડે પણ કરી શકશો. પીઓએસ મશીન દ્વારા પેમેન્ટ કરતાં તમને ખરીદવામાં આવેલી વસ્તુનું બિલ મળશે. તેનાથી હવે વેંડર તમારી પાસેથી કોઇપણ વસ્તુ માટે એક્સ્ટ્રા પેમેન્ટ વસૂલી શકશે નહી. આ યોજના સફળ થતાં ટૂંક સમયમાં પીઓએસ મશીનની સુવિધા 200 ટેનોમાં આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news