3 રૂપિયાવાળા આ શેરને ખરીદવા માટે હોડ મચી, છ મહિનામાં જ રોકાણકારોનું ભાગ્ય પલટાઈ ગયું

શેર બજારમાં અનેક એવા પેની સ્ટોક છે જેમણે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો જ એક  પેની સ્ટોક છે રાઠી સ્ટીલ એન્ડ પાવર. છેલ્લા 6 મહિનામાં આ પેની સ્ટોક મલ્ટીબેગર બનીને ઊભર્યો છે.

3 રૂપિયાવાળા આ શેરને ખરીદવા માટે હોડ મચી, છ મહિનામાં જ રોકાણકારોનું ભાગ્ય પલટાઈ ગયું

શેર બજારમાં અનેક એવા પેની સ્ટોક છે જેમણે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો જ એક  પેની સ્ટોક છે રાઠી સ્ટીલ એન્ડ પાવર. છેલ્લા 6 મહિનામાં આ પેની સ્ટોક મલ્ટીબેગર બનીને ઊભર્યો છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસ એટલે કે શુક્રવારના રોજ આ શેરમાં 2 ટકાની અપર સર્કિટ લાગી અને ભાવ 41.07 રૂપિયા સુધી પહોંચી ગયો. આ શેરના 52 અઠવાડિયાનો હાઈ પણ છે. 

સતત લાગી રહી છે અપર સર્કિટ
છેલ્લા એક અઠવાડિયામાં સ્મોલ કેપ સ્ટોક રાઠી સ્ટીલ એન્ડ પાવર પર સતત અપર સર્કિટ લાગી રહી છે. છેલ્લા એક મહિનામાં તે મલ્ટીબેગર સ્ટોક 30.12 રૂપિયાથી વધીને 41.07 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. જેનાથી તેના રોકાણકારોને લગભગ 35 ટકાનું રિટર્ન મળ્યું છે. છ મહિનાના સમયગાળા દરમિયાન આ સ્ટોક 3.30 રૂપિયા પ્રતિથી વધીને 4.07 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચ્યો છે. જે લગભગ 1150 ટકાનું પોઝિટિવ રિટર્ન દેખાડે છે. 

1 લાખ રૂપિયાના 12.50 લાખ રૂપિયા બન્યા
રાઠી સ્ટીલ એન્ડ પાવરના શેર પર દાવ લગાવનારા રોકાણકારોને જબરદસ્ત નફો થયો છે. જો કોઈ રોકાણકારે એક સપ્તાહ પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે તો તેની રકમ 1.08 લાખ થઈ ગઈ હશે. એ જરીતે કોઈ રોકાણકારે એક મહિના પહેલા 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેની રકમ 1.35 લાખ રૂપિયા થઈ જાય. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા 3.30 રૂપિયા એક સ્ટોક ખરીદીને એક લાખનું રોકાણ કર્યું હોય તો તેની રકમ 12.50 લાખ થઈ ગઈ હશે. જો કે શરત એ છે કે રોકાણકારે શેર પર છ મહિનાના સમયગાળામાં હોલ્ડ બનાવી રાખ્યું હોય. 

કંપની કેમ છે ચર્ચામાં 
હાલમાં જ આ કંપનીના ડાઈરેક્ટર બોર્ડે પ્રેફેન્શિયલ આધાર પર 3,55,70,522 શેરોની ફાળવણીને મંજૂરી આપી છે. કંપનીના જણાવ્યાં મુજબ ડાઈરેક્ટર બોર્ડની બેઠક 18 જાન્યુઆરી 2024ના રોજ થઈ અને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી. અત્રે જણાવવાનું કે આ કંપની આયરલ અને સ્ટીલ પ્રોડક્શન સાથે જોડાયેલી છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news