રેકોર્ડ તોડી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ
સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 31 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 39 રૂપિયા પ્રતિ લીટરનો ઉછાળો આવ્યો.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. સોમવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 31 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 39 રૂપિયા પ્રતિ લીટરનો ઉછાળો આવ્યો. આ વધારા બાદ દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત 79.15 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ. તો બીજી તરફ ડીઝલના ભાવ 71.15 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. તો આ તરફ મુંબઇમાં સોમવારે પેટ્રોલના ભાવ 86.56 પ્રતિ લીટર અને ડીઝલના ભવા 75.54 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા.
Petrol at Rs 79.15/litre (increase by Rs 0.31/litre) and diesel at Rs 71.15/litre (increase by Rs 0.39/litre) in Delhi. Petrol at Rs 86.56/litre (increase by Rs 0.31/litre) and diesel at Rs 75.54/litre (increase by Rs 0.44/litre) in Mumbai pic.twitter.com/LCcn8S22p4
— ANI (@ANI) September 3, 2018
આ હતી રવિવારની સ્થિતિ
દિલ્હીમાં રવિવારે પેટ્રોલની કિંમત 78.84 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. તો બીજી તરફ ડીઝલ 70.76 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું. મુંબઇમાં રવિવારે પેટ્રોલનો ભાવ 86.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 75.12 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો હતો.
ડીઝલના ભાવ તોડી રહ્યા છે રેકોર્ડ
ગત પાંચ દિવસોથી સતત ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે તેની કિંમત અત્યાર સુધીના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઇ છે. શુક્રવારે ડીઝલના ભાવમાં 28 રૂપિયા પ્રતિ લીટરના વધારા બાદ કિંમત 70.21 પર પહોંચી ગઇ હતી. દિલ્હીમાં આ પહેલાં 28 ઓગસ્ટના રોજ ડીઝલના ભાવ 69.61 રૂપિયા પ્રતિ લીટર ના સ્તરે પહોંચી ગયા હતા. રવિવારે આ ભાવ 70.76 રૂપિયા પ્રતિ લીટર હતા.
મુંબઇમાં પણ ખરાબ સ્થિતિ
દિલ્હી ઉપરાંત આર્થિક રાજધાની મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સોમવારે મુંબઇમાં પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 86.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ તેની કિંમત 75.54 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ. રવિવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 86.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 75.12 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.
આ છે ભાવ વધારાનું કારણ
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો અને ક્રૂડ ઓઇલના વધરાત ભાવથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
ભાવ ઘટવાની આશા નહી
એંજેલ બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ (કોમોડિટીઝ તથા કરન્સી)ના ડેપ્યુટી વોઇસ પ્રેસિડેંટ અનુજ ગુપ્તાનું માનીએ તો બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે