આઠ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, આ રહ્યો આજનો ભાવ

બુધવાર પહેલાં ગત આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.12 રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાઇ હતી અને ડીઝલના ભાવમાં 1.54 રૂપિયા પ્રતિ લીટરની તેજી જોવા મળી હતી. મંગળવારે પેટ્રોલમાં 22 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 14 પૈસાની તેજી આવી હતી.

આઠ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: સતત આઠ દિવસથી પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ના ભાવમાં ચાલી રહેલી તેજીનો દૌર બુધવારે અટકી ગયો. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયા બાદ એશિયાઇ બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાઇ ઘટવાથી ભાવમાં ઉછાળો આવ્યો હતો. ભારતીય બજારમાં બુધવારે કિંમતમાં રાહત મળી અને જૂના સ્તર પર રહ્યો. બુધવારે સવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 74.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 67.07 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યો. 

બુધવારે સવારે પેટ્રોલનો ભાવ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 76.82 રૂપિયા, 79.79 રૂપિયા અને 77.07 રૂપિયાના સ્તર પર રહ્યો. તો બીજી તરફ ડીઝલનો ભાવ પણ ક્રમશ: 69.49 રૂપિયા, 70.37 રૂપિયા અને 70.92 રૂપિયાના સ્તર પર જોવા મળ્યો. જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં વધુ તેજી આવી શકે છે. 

આઠ દિવસમાં 2.12 રૂપિયાની તેજી
બુધવાર પહેલાં ગત આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.12 રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાઇ હતી અને ડીઝલના ભાવમાં 1.54 રૂપિયા પ્રતિ લીટરની તેજી જોવા મળી હતી. મંગળવારે પેટ્રોલમાં 22 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 14 પૈસાની તેજી આવી હતી. બુધવારે સવારે બ્રેંટ ક્રૂડ 61.68 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 56.97 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news