Petrol Price હવે સુખનો સૂરજ ઉગશે: સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ!, પેટ્રોલિયમ મંત્રીએ કર્યો મોટો ખુલાસો
દેશભરમાં પેટ્રોલ ને ડીઝલના ભાવમાં છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર થયો નથી અને ભાવો સ્થિર છે. છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઘટાડો થયા બાદ પણ પેટ્રોલના ભાવ ઘટ્યા નથી. જો કે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ જલદી સસ્તું થઈ શકે છે. જો કે તેમણે એ ન જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે અને કેટલો ઘટાડો થશે.
Trending Photos
Petrol and Diesel is going to be cheaper soon: દેશભરમાં પેટ્રોલ ને ડીઝલના ભાવમાં છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર થયો નથી અને ભાવો સ્થિર છે. છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઘટાડો થયા બાદ પણ પેટ્રોલના ભાવ ઘટ્યા નથી. જો કે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ જલદી સસ્તું થઈ શકે છે. જો કે તેમણે એ ન જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે અને કેટલો ઘટાડો થશે.
આ કારણે ભાવ ઘટશે
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પહેલા ઓઈલ કંપનીઓએ નુકસાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે એવું નથી. છેલ્લા કેટલાક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે અને જો દુનિયાભરમાં આવી સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતાના હિતમાં જરૂર કોઈ નિર્ણય લેશે.
પીએમ મોદીને જાય છે રેટ ન વધવાનું ક્રેડિટ
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું કે છેલ્લા એક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. જ્યારે દુનિયાભરમાં અનેક દેશોમાં ભાવ સતત વધી રહ્યા હતા અને તેનું સંપૂર્ણ ક્રેડિટ પીએમ નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ બે વાર નવેમ્બર 2021 અને મે 2022માં એક્સાઈઝને ઓછું કર્યું જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ 6 રૂપિયા અને 13 રૂપિયા ઘટ્યા.
એક વર્ષમાં આટલા ઘટ્યા ક્રૂડ ઓઈલના ભાવ
અત્રે જણાવવાનું કે છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. જૂન 2022માં ક્રૂડ ઓઈલ 116.01 ડોલર પ્રતિ બેરલ હતો જે હવે ઘટીને જૂન 2023માં 74.6 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. જો કે આમ છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે