PM Kisan Samman Nidhi: 4 હજાર રૂપિયા મેળવવા છે તો 30 સપ્ટેમ્બર પહેલા કરો આ કામ
પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારી પાસે બેન્ક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે કારણ કે સરકાર ડીબીટી દ્વારા કિસાનોને પૈસા ટ્રાન્સફર કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ PM Kisan Samman Nidhi Latest News: પીએમ કિસાનની રકમ ડબલ કરવાની ચર્ચાઓ વચ્ચે એક ગુડ ન્યૂઝ છે. જે કિસાનો અત્યાર સુધી આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યાં નથી, તેને 30 સપ્ટેમ્બર સુધી 4000 રૂપિયા મેળવવાની સારી તક છે. મહત્વનું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ નાણાકીય વર્ષનો બીજો એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરના હપ્તા હેઠળ 10.27 કરોડ કિસાનોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ પહોંચી ચુકી છે. યોજના હેઠળ અત્યાર સુધી 12.14 કરોડ કિસાન પરિવાર જોડાયા છે. તો હવે 30 નવેમ્બર સુધી બાકી કિસાનોના ખાતામાં પૈસા પહોંચી જશે.
આ બધા વચ્ચે તે કિસાનો માટે સારી તક છે, જેણે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. આવા પાત્ર કિસાન 30 સપ્ટેમ્બર પહેલા પીએમ કિસાનમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે તો તે 4000 રૂપિયા મેળવવાના હકદાર બની જશે. તેને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજીનો સ્વીકાર કરી લેવામાં આવે તો ઓક્ટોબર કે નવેમ્બરમાં તમને 2000 રૂપિયા મળી જશે. ત્યારબાદ ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે.
રજીસ્ટ્રેશન માટે આ ડોક્યુમેન્ટ જરૂરી
પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારી પાસે બેન્ક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે કારણ કે સરકાર ડીબીટી દ્વારા કિસાનોને પૈસા ટ્રાન્સફર કરે છે. તમારૂ બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા કિસાનોએ આધાર કાર્ડ આપવું ફરજીયાત છે. આધાર કાર્ડ ન આપવા પર આ સ્કીમનો લાભ મળતો નથી.
તમે વેબસાઇટ pmkisan.gov.in પર જઈ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો.
તમે Farmer Corner ના વિકલ્પ પર જાવ અને જો આધાર કાર્ડ લિંક કરવાનું છે તો તે માટે Edit Aadhaar Detail ના ઓપ્શન પર ક્લિક કરી અપડેટ કરી શકો છો.
આ લોકોને નથી મળતો પીએમ કિસાનનો લાભ
કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવનાર કિસાન.
પાછલા નાણાકીય વર્ષમાં આવકવેરાની ચુકવણી કરનાર કિસાન
ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, વર્તમાન કે પૂર્વ મંત્રી, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે