PMAY સ્કીમ: અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારાઓને નાણામંત્રીએ આપ્યા Good News

નાણામંત્રીએ કહ્યું કે સરકારે પીએમએવાઇ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. એવામાં હવે MIG-I અને MIG-II કેટેગરી હેઠળ લોકો પોતાના એફોર્ડેબલ ઘરોને ખરીદી શકશે.

PMAY સ્કીમ: અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારાઓને નાણામંત્રીએ આપ્યા Good News

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગના લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં ઘર ખરીદવા માટે મોટી રાહતની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આર્થિક પેકેજ વિશે ગુરૂવારે જાહેરાત કરતાં કહ્યું કે જે લોકોએ પીએમ આવાસ યોજના હેઠળ ઘર ખરીદયા છે તેમને વધુ એક વર્ષ માટે છૂટ મળશે. આ ઉપરાંત આ યોજનાની અવધિને હવે વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે. 

નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું

નાણામંત્રીએ કહ્યું કે સરકારે પીએમએવાઇ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. એવામાં હવે MIG-I અને MIG-II કેટેગરી હેઠળ લોકો પોતાના એફોર્ડેબલ ઘરોને ખરીદી શકશે. આ સ્કીમ હેઠળ વાર્ષિક છ લાખથી 18 લાખ રૂપિયા સુધી પેકેજવાળા લોકોને ઘર ખરીદવા પર વ્યાજમાં પણ છૂટ મળે છે. તો બીજી તરફ LIG/EWS કેટેગરી માટે ઘર ખરીદવા પર મળી રહેલી વ્યાજ છૂટ 31 માર્ચ 2022 સુધી લાગૂ છે. 

3.3 લાખ પરિવારોને મળ્યો છે ફાયદો
અત્યાર સુધી 3.3 લાખને આ સ્કીમ હેઠળ ફાયદો મળી ચૂક્યો છે. તો બીજી તરફ 2.5 લાખ પરિવારો આ સ્કીમ હેઠળ જોડાઇ શકે છે. સરકારનું માનવું છે કે તેના આ પગલાંથી સીમેન્ટ અને સળીયા બનાવનાર સેક્ટરમાં પણ લોકોને નોકરીઓ મળશે. 

આ સ્કીમમાં 6 થી 12 લાખ આવકવાળાને 9 લાખ રૂપિયા સુધીની લોન પર ચાર ટકા વ્યાજની છૂટ મળે છે. તો બીજી તરફ 12 થી 18 લાખ સુધી આવકવાળા એમઆઇજી-II  કેટેગરીમાં આવે છે અને તેમને 9 લાખ સુધીની રકમ પર ત્રણ ટકાની છૂટ મળે છે. આ મુજબ લોન પર આ સ્કીમ હેઠળ એમઆઇજી-Iમાં 235068 રૂપિયાની સબસિડી અને MIG-II માં 230156 રૂપિયાની છૂટ મળે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news