Multibagger PSU Stocks: એક વર્ષમાં મલ્ટીબેગર બન્યા 32 સરકારી સ્ટોક, આ 11 સ્ટોકમાં ત્રણ ગણા થયા પૈસા

PSU Stocks Rally: છેલ્લા એક વર્ષથી પીએસયુ શેરમાં શાનદાર રેલી જોવા મળી રહી છે, જેની મદદથી એક વર્ષ દરમિયાન 32 સરકારી શેર મલ્ટીબેગર બન્યા છે.

Multibagger PSU Stocks: એક વર્ષમાં મલ્ટીબેગર બન્યા 32 સરકારી સ્ટોક, આ 11 સ્ટોકમાં ત્રણ ગણા થયા પૈસા

નવી દિલ્હીઃ છેલ્લું એક વર્ષ શેર બજાર માટે શાનદાર રહ્યું છે. ખાસ કરીને પીએસયુ સ્ટોક માટે તો છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત રેલી જોવા મળી છે. આ દરમિયાન બજારમાં કુલ 32 સરકારી સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલે કે 32 સરકારી સ્ટોકનું એક વર્ષનું રિટર્ન ઓછામાં ઓછા 100 ટકા છે.

આ શેરના ભાવમાં સૌથી વધુ વધારો
16 જાન્યુઆરી સુધીના આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં સરકારી શેરમાં સૌથી શાનદાર પ્રદર્શન આઈઆરએફસીનું રહ્યું છે, જેણે આ સમયમાં 330 ટકાનું રિટર્ન આપ્યું છે. તેનો મતલબ કે આ સ્ટોકે છેલ્લા એક વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોના પૈસા ચાર ગણા કરી દીધા છે. તો બજારમાં આ સિવાય 10 સરકારી સ્ટોકે એક વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 200 ટકાનું રિટર્ન આપ્યું છે.

આ શેરમાં 200 ટકાથી વધુનો વધારો
છેલ્લા એક વર્ષમાં CPCL 272 ટકા, REC લિમિટેડ 255 ટકા, ITI 253 ટકા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને IRCON ઇન્ટરનેશનલ બંને 232 ટકા, કોચીન શિપયાર્ડ 217 ટકા વધ્યા છે, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સે 215 ટકા, મઝગાંવ ડોકે 202 ટકા, MRPLએ 201 ટકા અને MSTCએ 200 ટકા વળતર આપ્યું છે.

આ સ્ટોકે પણ ડબલ કર્યાં પૈસા
મલ્ટીબેગર શેર તે સ્ટોકને કહેવામાં આવે છે, જેણે એક નક્કી સમયગાળામાં ઓછામાં ઓછું 100 ટકા રિટર્ન આપ્યું હોય. છેલ્લા એક વર્ષ દરમિયાન 100થી વધુ ટકા રિટર્ન આપનાર અન્ય સરકારી સ્ટોકમાં GMDC, SJVN, રેલ વિકાસ, NLC India, RailTel Corporation, Scooter India, FACT, Engineers India, PTC India Finance, HUDCO, BHEL, હિન્દુસ્તાન એરોનોટિક્સ, J&K બેંક, NBCC, ડ્રેજિંગ કોર્પોરેશન, ઓરિસ્સા મિનરલ્સ, PTC India, GSFC, હિન્દુસ્તાન કોપર , BEML અને બોમર લોરી સામેલ છે. આ સ્ટોકે છેલ્લા એક વર્ષ દરમિયાન 100થી 196  ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news