આઇપીએલમાં સટ્ટાબાજી પછી ફરી મોટા ગોટાળામાં ફસાયો શિલ્પાનો પતિ રાજ કુંદ્રા!
EDએ બિઝનેસમેન રાજ કુંદ્રાની પૂછપરછ કરવા માટે સમન જાહેર કર્યા છે
Trending Photos
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બિઝનેસમેન રાજ કુંદ્રાની પૂછપરછ માટે સમન જાહેર કર્યા છે. રાજ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે ફેમસ છે. ઇડી રાજ કુંદ્રાની બિટકોઇન ગોટાળા મામલામાં પૂછપરછ કરશે. હાલમાં સમાચાર મળ્યા છે કે ઇડી રાજ કુંદ્રાની મુંબઈની ઓફિસ ખાતે પહોંચી ગયું છે. હાલમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એવા બિટકોઇન યુઝર્સને નોટિસ મોકલવામાં આવી હતી જે રોજ એક કરોડ કે એનાથી વધારે રકમનું ડિલિંગ કરતા હતા. આ નામોનું લિસ્ટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઇડીને પણ મોકલવાનું આવ્યું છે. ઇડીને રાજ કુંદ્રા સિવાય બોલિવૂડના અનેક સ્ટાર્સ મની લોન્ડરિંગમાં શામેલ હોવાની શંકા છે.
આ સમગ્ર મામલાની સંપૂર્ણ સ્પષ્ટતા રાજ કુંદ્રાની પૂછપરછ પછી જ થઈ શકશે. આ પહેલાં પણ રાજ કુંદ્રાનું નામ આઇપીએલની સટ્ટાબાજીમાં ખરડાઈ ચૂક્યું છે. ફિક્સિંગના આરોપ પછી તેના પર ક્રિકેટને લગતી ગતિવિધિ સાથે સંકળાવા માટે આજીવન પ્રતિબંધ લાગી ચૂક્યો છે. માર્ચ મહિનામાં રાજ કુંદ્રાએ આ પ્રતિબંધ વિરૂદ્ધ એક અરજી પણ દાખલ કરી હતી. રાજ કુંદ્રાઅને શિલ્પા શેટ્ટી આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના સહમાલિક હતા. સટ્ટાબાજીના આરોપ પછી રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આ્વ્યો હતો અને લેટેસ્ટ આઇપીએલ સિઝનથી જ રાજસ્થાન રોયલ્સનું કમબેક થયું છે.
Businessman & actor Shilpa Shetty's husband Raj Kundra, summoned by ED in connection with Bitcoin scam, he is presently being questioned in #Mumbai. pic.twitter.com/0zLdvREmpf
— ANI (@ANI) June 5, 2018
આ પહેલાં આઇપીએલમાં કથિત રીતે સટ્ટાબાજીના મામલે બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને પોલીસ સામે સટ્ટાબાજીમાં પોતાની સંડોવણી કબુલ કરી છે. અરબાઝે સ્વીકાર્યું હતું કે સટ્ટાબાજીના કારણે તેને કરોડો રૂ.નું નુકસાન થયું છે. અરબાઝે બૂકી સોનુ જાલાન સાથે તેની નિકટતાની વાત પણ સ્વીકારી છે. અરબાઝે જણાવ્યું હતું કે ગયા વર્ષે આઇપીએલ દરમિયાન તે મેચમાં સટ્ટો રમ્યો હતો અને 2.75 કરોડ રૂ. હારી ગયો હતો.
નોંધનીય છે કે તાજેતરમાં બિટકોઇન ગોટાળાના મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. ઇડીને બિટકોઇન મારફતે 2000 કરોડ રૂ.નો ગોટાળો કરવામાં આવ્યો હોવાની શંકા છે. ક્રિપ્ટો કરન્સી બિટકોઇનની શરૂઆત 2009ના જાન્યુઆરીમાં થઈ હતી. આ કોઈ એક દેશની કરન્સી નથી અને ડિજિટલ કરન્સી હોવાના કારણે એને કોઈ બેંકમાં નથી રાખવામાં આવતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે