રાકેશ ઝુનઝુનવાલાને આ શેરએ બનાવ્યા 'માલામાલ', 4 વર્ષમાં મળ્યું 652.87% રિટર્ન

રાકેશ ઝુનઝુનવાલાને માર્કેટના બિલ બુલ કહેવામાં આવે છે. બિગ બુલ એટલા માટે કારણ કે, તે જે શેર પર દાવ લગાવે છે, ત્યાં ફાયદો થવા લાગે છે. એવા ઘણા ઉદાહરણ છે જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ પૈસા લગાવ્યા અને સ્ટોક દોડવા લાગ્યો. એવું જ એક તાજુ ઉદાહરણ છે. વર્ષ 2015માં રાકેશ ઝુનઝુનવાલાએ એક શેરમાં પૈસા લગાવ્યા અને આ સ્ટોકે તેમને એકવાર ફરી માલામાલ કરી દીધા. ગત ચાર વર્ષમાં આ શેરે 652.87% રિટર્ન આપ્યું છે. 
રાકેશ ઝુનઝુનવાલાને આ શેરએ બનાવ્યા 'માલામાલ', 4 વર્ષમાં મળ્યું 652.87% રિટર્ન

નવી દિલ્હી: રાકેશ ઝુનઝુનવાલાને માર્કેટના બિલ બુલ કહેવામાં આવે છે. બિગ બુલ એટલા માટે કારણ કે, તે જે શેર પર દાવ લગાવે છે, ત્યાં ફાયદો થવા લાગે છે. એવા ઘણા ઉદાહરણ છે જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ પૈસા લગાવ્યા અને સ્ટોક દોડવા લાગ્યો. એવું જ એક તાજુ ઉદાહરણ છે. વર્ષ 2015માં રાકેશ ઝુનઝુનવાલાએ એક શેરમાં પૈસા લગાવ્યા અને આ સ્ટોકે તેમને એકવાર ફરી માલામાલ કરી દીધા. ગત ચાર વર્ષમાં આ શેરે 652.87% રિટર્ન આપ્યું છે. 

1 લાખ લગાવીને કમાયા 7.52 લાખ રૂપિયા
રાકેશ ઝુનઝુનવાલાએ જે કંપનીમાં પૈસા લગાવ્યા તે એવિએશન સેક્ટરની પ્રાઇવેટ એરલાઇન સ્પાઇસઝેટ છે. ગત ચાર વર્ષમાં સ્પાઇઝેટે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. મે 2015માં જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં પૈસા લગાવ્યા હતા, તો આ 17.40 રૂપિયા/શેર પર હતો. BSE પર આજે શેરની કિંમત 131 રૂપિયાની આસપાસ છે. રાકેશ ઝુનઝુનવાલાએ 8 મે 2015ના રોજ તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે આજે વધીને 7.52 લાખ રૂપિયા થઇ ગયું છે. 

ચાર વર્ષમાં 652.87 ટકાનું રિટર્ન
સ્પાઇસજેટે ગત ચાર વર્ષમાં 652.87 ટકાનું રિટર્ન આપ્યું છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી આ શેર 46.75 ટકા વધી ગયો છે અને ગત એક વર્ષમાં 5.61 ટકાનું રિટર્ન આપવામાં આવ્યું અછે. માર્ચમાં પુરી થયેલી ત્રિમાસિક સુધી રાકેશ ઝુનઝુનવાલાની પાસે કંપનીમાં 1.25 ટકા ભાગીદારી છે, જેમાં લગભગ 75 લાખ શેર છે. ઝુનઝુનવાલા લાંબા સમયથી સ્પાઇસજેટમાં રોકાણ કરે છે. 

2012માં કર્યું હતું પ્રથમ રોકાણ
BSE ના ડેટા અનુસાર ઝુનઝુનવાલાએ સૌથી પહેલાં જુલાઇ 2012માં 30.7 રૂપિયા મે 2013 માં 38.94 રૂપિયાના ભાવ પર સ્પાઇસજેટના 25 લાખ શેર ખરીદી રહ્યા હતા. ક્રૂડના ભાવ વધવાથી શેરમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારથી રાકેશ ઝુનઝુનવાલાએ સ્પાઇસજેટમાં પોતાની ભાગીદારી વધારવાનું શરૂ કરી દીધું. 

ટૂંક સમયમાં શરૂ થશે 12 નવી ફ્લાઇટ્સ
સ્પાઇસજેટ ટૂંક સમયમાં 12 નવી સ્થાનિક ઉડાનો શરૂ કરવા જઇ રહી છે. દિલ્હી-મુંબઇ રૂટ ઉપરાંત બીજા શહેરોમાં પણ સ્પાઇસજેટ પોતાનું નેટવર્ક મજબૂત કરવા માંગે છે. સ્પાઇસજેટના એક નિવેદન અનુસાર 12 નવી ઉડાનોમાંથી 6 ફ્લાઇટ મુંબઇ રૂટ પર શરૂ થશે. બાકીની 6 ફ્લાઇટ દિલ્હી માટે કનેક્ટિંગ ફ્લાઇટ હશે. બધી નવી ઉડાનોની શરૂઆત 11 મેથી શરૂ થશે. તો બીજી તરફ 25 જૂનથી બે નવી ઉડાનો મુંબઇ સાથે દુર્ગાપુર સુધી મોકલવામાં આવશે. 
 
77 નવી ઉડાનો કરી ચૂકી છે સામેલ
એપ્રિલ બાદથી સ્પાઇસજેટે પોતાની 77 નવી ઉડાનોની જાહેરાત કરી છે. તેમાં 48 ફ્લાઇટ મુંબઇથી કનેક્ટિંગ થશે. 16 ફ્લાઇટ દિલ્હીથી કનેક્ટિંગ થશે. તો બીજી તરફ 8 ઉડાનો દિલ્હી-મુંબઇ વચ્ચે થશે. ગત મહિને જેટ એરવેઝની ઉડાનો બંધ થવાથી સ્પાઇસજેટ પેસેંજર કેપેસિટીને વધારવાનો પ્રયત્ન કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news