Ratan Tata Will: રતન ટાટાની વસિયતમાં ભાઈ, નોકર, શાંતનુને શું શું મળ્યું? લક્ઝરી ગાડીઓનું શું થશે? 

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનું નિધન થયું. પોતાના વસિયતનામામાં તેમણે પોતાની સાથે જોડાયેલા દરેક વ્યક્તિના નામે કઈક ને કઈક કર્યું છે. તેમણે પોતાના શ્વાન ટિટોની દેખભાળ કરવા માટે કહ્યું છે.

Ratan Tata Will: રતન ટાટાની વસિયતમાં ભાઈ, નોકર, શાંતનુને શું શું મળ્યું? લક્ઝરી ગાડીઓનું શું થશે? 

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનું નિધન થયું. પોતાના વસિયતનામામાં તેમણે પોતાની સાથે જોડાયેલા દરેક વ્યક્તિના નામે કઈક ને કઈક કર્યું છે. તેમણે પોતાના શ્વાન ટિટોની દેખભાળ કરવા માટે કહ્યું છે. છ વર્ષ પહેલા ટિટોને રતન ટાટાના ગત શ્વાનના મોત બાદ દત્તક લેવાયો હતો. તેની દેખભાળ તેમનો રસોઈયો રાજન શો કરશે. રતન ટાટાનું 9 ઓક્ટોબરના રોજ 86 વર્ષની વયે નિધન થયું. તેમને શ્વાનથી ખુબ લગાવ હતો. સોશિયલ મીડિયા ઉપર પણ તેઓ અવારનવાર સ્ટ્રીટ ડોગની સુરક્ષા અંગે વાતો કરતા હતા. 

વસીયતમાં  પ્રોપ્રટીને અલગ અલગ લોકોના નામે કરી
રતન ટાટા બીજાને પણ શ્વાન પ્રત્યે દયા ભાવના દેખાડવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તેમણે પોતાની જાતને રસ્તે રખડતા જાનવરો માટે ઘર શોધવામાં સમર્પિત કરી દીધી અને તેમની દેખભાળનું કામ કર્યું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ રતન ટાટા પાસે લગભગ 10000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે પોતાની વસિયતમાં આ પ્રોપર્ટીને અલગ અલગ લોકોના નામે કરી છે. વસીયતમાં જેમના નામ સામેલ છે તેમાં તેમનું ફાઉન્ડેશન, ભાઈ જિમી ટાટા, સાવકી બહેનો શીરિન અને દીના જેજેબહોઈ અને ઘરેલુ સ્ટાફ સભ્યો પણ સામેલ છે. 

શાંતનુ નાયડુને શું?
ટાટાની વસિયતમાં નોકર સુબ્બૈયા માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જેણે તેમની સાથે 35 વર્ષથી વધુ સમય વિતાવ્યો. વસીયતમાં ટાટાના એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુનો પણ ઉલ્લેખ હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ તેઓ અને નાયડુ જે બિઝનેસમાં સામેલ હતા તેની તેમના હિસ્સાની ભાગીદારી તેમણે નાયડુ માટે છોડી દીધી છે. રતન ટાટા અને શાંતનુ નાયડુની ગુડફેલોઝમાં ભાગીદારી હતી. આ ઉપરાંત નાયડુના વિદેશમાં થનારા શિક્ષણનો ખર્ચો પણ કવર રકવાની વાત કરેલી છે. 

ટાટા સન્સની 0.83% ભાગીદારીનું શું થશે?
રતન ટાટાની સંપત્તિમાં મહારાષ્ટ્રના અલીબાગમાં 2000 વર્ગ ફૂટનો સમુદ્ર કિનારે આવેલો  બંગલો, મુંબઈા જૂહુ તારા રોડ પર આવેલું બે માળનું મકાન, અને 350 કરોડથી વધુની એફડી સામેલ છે. તેમની 165 અબજ ડોલરના ટાટા ગ્રુપની મૂળ કંપની ટાટા સન્સમાં 0.83% ભાગીદારી હતી. ટાટા ગ્રુપના વારસા મુજબ ટાટા સન્સમાંની તેમની ભાગીદારી રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે. ટાટા સન્સમાં શેરો ઉપરાંત ટાટા મોટર્સ સહિત અન્ય ટાટા ગ્રુપના વેપારમાં રતન ટાટાની ભાગીદારીને RTEF ને ટ્રાન્સફર કરી દેવાશે. 

લક્ઝરી કારોની હરાજી થશે?
કોલાબાના જે ઘરમાં રતન ટાટા છેલ્લા સમય સુધી રહ્યા  તે ટાટા સન્સની માલિકી હકવાળી સબ્સિડરી કંપની ઈવર્ટ ઈન્વેસ્ટમેન્ટ્સનો છે. આ કંપની તેના  ભવિષ્યને લઈને નિર્ણય લેશે. ટાટાના 20-30 લક્ઝરી વાહનોનો પોર્ટફોલિયો તેમના કોલાબા સ્થિત હલેકાઈ નિવાસ અને કોલાબામાં તાજ વેલિંગ્ટન મેવ્સ સર્વિસ એપાર્ટમેન્ટ્સમાં છે. આ કલેક્શનનું શું કરવું તે અંગે પણ ચર્ચા છે. એવી આશા છે કે તેને ટાટા ગ્રુપ તરફથી પુણે મ્યુઝિયમને આપી દેવાશે અથવા તો પછી હરાજી કરાશે. 

જૂહુમાં એક  પ્લોટ પર સમુદ્ર તટના દ્રશ્યવાળી સંપત્તિ રતન ટાટા અને તેમના પરિવારને નવલ ટાટાના મોત બાદ વારસામાં મળી હતી. જે છેલ્લા લગભગ 20 વર્ષથી કરતા પણ વધુ સમયથી બંધ છે. તેના વેચાણને લઈને વાતચીત ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news