Home Loan: હોમ લોન લેનારાઓને હવે બલ્લે બલ્લે, RBI એ કરી આજે સૌથી મોટી જાહેરાત

RBI MPC Meet: આજે ભારતીય રિઝર્વ બેંકે ઘર બનાવવા માટે અર્બન એટલે કે શહેરી કો-ઓપરેટિવ બેંકમાંથી લોન આપવાની લિમિટ જ વધારી દીધી છે. હવે કો-ઓપરેટિવ બેંક 1.40 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકે છે.

Home Loan: હોમ લોન લેનારાઓને હવે બલ્લે બલ્લે, RBI એ કરી આજે સૌથી મોટી જાહેરાત

RBI MPC Meet Highlights: આજે આપણા દેશમાં મોટા ભાગના લોકો લોન લઈને પોતાનું ઘર વસાવેલું છે. ત્યારે આરબીઆઈ એ પોતાની 3 દિવસની સમીક્ષા બેઠક દરમિયાન ઘણા મોટા નિર્ણય લીધા છે. હવે તમે તમારા સપનાનું ઘર સરળતાથી બનાવી શકો છો. સાંભળીને આશ્ચર્ય થયુંને... પરંતુ વાત એકદમ સાચી છે. આજે ભારતીય રિઝર્વ બેંકે ઘર બનાવવા માટે અર્બન એટલે કે શહેરી કો-ઓપરેટિવ બેંકમાંથી લોન આપવાની લિમિટ જ વધારી દીધી છે. હવે કો-ઓપરેટિવ બેંક 1.40 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2022માં કો-ઓપરેટિવ બેંકો માટે લોન લિમિટને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ ખાસ ગ્રાહકોને ડોરસ્ટેપ એટલે કે ઘર સુધીની સુવિધા આપવાની વાત જણાવી છે. તેના સિવાય પણ આરબીઆઈ એ ઘણી મોટી જાહેરાત કરી છે.

1.40 કરોડ રૂપિયા સુધીની મળશે લોન
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરતી વખતે જણાવ્યું છે કે અર્બન કો-ઓપરેટિવ બેંકો હવે 1.40 કરોડ રૂપિયા સુધીની હોમ લોન આપી શકશે, અત્યાર સુધી આ મર્યાદા 70 લાખ રૂપિયા હતી. આ સિવાય રૂરલ કો-ઓપરેટિવ બેંકમાંથી 75 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે, જે અત્યાર સુધી 30 લાખ રૂપિયા હતી.

શહેરી વિસ્તારોમાં બે કેટેગરી
શહેરી વિસ્તારને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જેમાં ટિયર 1 અને ટિયર 2 એમ બે કેટેગરી બનાવવામાં આવી છે. આ હેઠળ લોનની મર્યાદા તેમની શ્રેણી પર નિર્ભર રહેશે.

ગ્રામીણ કો-ઓપરેટિવ બેંકના નિયમ
- ગ્રામીણ સહકારી બેંકો તેમની નેટવર્થ સૌથી વધુ સ્વીકાર્ય પર લોન મર્યાદા નક્કી કરશે. નવા નિયમ હેઠળ જે બેન્કોની નેટવર્થ રૂ. 100 કરોડ સુધીની છે તેઓ દરેક વ્યક્તિને રૂ. 50 લાખ સુધીની લોન આપી શકે છે, જે અગાઉની મર્યાદા માત્ર રૂ. 20 લાખ હતી. બાકીની બેંકો 75 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે.

- તેના સિવાય ગ્રામીણ કો-ઓપરેટિવ બેંકોને હવે રહેણાંક પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા બિલ્ડરોને પણ લોન આપવાની મંજૂરી આપી, જેની અત્યાર સુધી મંજૂરી નહોતી.

- આટલું જ નહીં, વૃદ્ધો અને વિકલાંગોને મદદ કરવા માટે આરબીઆઈએ અર્બન કો-ઓપરેટિવ બેંકે તેના ગ્રાહકોને શિડ્યુલ્ડ બેંકોની જેમ ડોર સ્ટેપ ફેસિલિટી પૂરી પાડવા જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news