RBIએ ત્રણ બેંકને ફટકાર્યો દંડ અને એક પર પ્રતિબંધ! જાણો આ બેંકોમાં તમારું એકાઉન્ટ તો નથી

કેન્દ્રિય બેંકે તેમના નિવેદનમાં જણાવ્યું, જમ્મુ-કાશ્મીરની બારામુલા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Baramulla Central Co-operative Bank Limited) પર નવી થાપણો સ્વીકારવા પર રોક લગાવવાના આરબીઆઇના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBIએ ત્રણ બેંકને ફટકાર્યો દંડ અને એક પર પ્રતિબંધ! જાણો આ બેંકોમાં તમારું એકાઉન્ટ તો નથી

નવી દિલ્હી: બેંક ગ્રાહકો માટે કામના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે ત્રણ સહકારી બેંકને કુલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ આરબીઆઇના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે ફટકારવામાં આવ્યો છે. જો તમારું પણ એકાઉન્ટ આ બેંકોમાં છે તો આ સમાચાર જરૂરથી વાંચો...

કેન્દ્રિય બેંકે તેમના નિવેદનમાં જણાવ્યું, જમ્મુ-કાશ્મીરની બારામુલા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Baramulla Central Co-operative Bank Limited) પર નવી થાપણો સ્વીકારવા પર રોક લગાવવાના આરબીઆઇના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આરબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, લોન નિયમો અને વૈધાનિક/અન્ય નિયંત્રણો હેઠળ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવા માટે ધ બીગ કાંચીપુરમ કો-ઓપરેટિવ ટાઉન બેંક લિમિટેડ (નંબર-3) ને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે એક અન્ય જાહેરાતમાં કહ્યું કે, તેમણે ચેન્નાઈ સેન્ટ્રલ બેંક કો-ઓપરેટિવ બેંક પર આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ, જોગવાઈ અને અન્ય સંબંધિત બાબતોના સંદર્ભમાં કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા/ ભંગ કરવા માટે રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.

આ સહકારી બેંકનું લાયસન્સ થયું રદ
આ પહેલા મહિનાની શરુઆતમાં જ આરબીઆઇએ મહારાષ્ટ્રની ઇન્ડિપેન્ડન્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાયસન્સ રદ કર્યું હતું. કેન્દ્રીય બેંકે કહ્યું 3 ફેબ્રુઆરી 2022 પછી બેંક કોઈપણ કારોબાર કરી શકશે નહીં. બેંકની આર્થિક સ્થિતિને જોતા રિઝર્વ બેંકે ગત વર્ષે પણ નિયંત્રણો લગાવ્યા હતા. તે નિર્ણયને કારણે ગ્રાહકો 6 મહિના સુધી પૈસા ઉપાડી શક્યા ન હતા. બેંકની ધંધાકીય પરિસ્થિતિમાં સુધારો ન થતાં હવે રિઝર્વ બેંકે લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

આ બેંકો પર લાગ્યો પ્રતિબંધ
RBI એ આ મહિને વધુ એક સહકારી બેંક કર્નાટકના દેવાંગરેમાં સ્થિત મિલ્લાથ કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ વધુ ત્રણ મહિના માટે 7 મે 2022 સુધી લંબાવ્યો છે. આરબીઆઇએ પ્રથમ વખત મે 2019 માં આ કો-ઓપરેટિવ બેંક પર પ્રતિંબધ લગાવ્યો હતો.

અગાઉ જાન્યુઆરી 2022 માં આરબીઆઇએ લખનઉની ઇન્ડિયન મર્કેટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર એક લાખ રૂપિયાની ઉપાડ મર્યાદા સહિત ઘણા નિયંત્રણો લગાવ્યા હતા. સહકારી બેંક તેમની મંજૂરી વગર કોઈપણ લોન, એડવાન્સ અથવા કોઈપણ રોકાણ મંજૂર અથવા નવીકરણ કરશે નહીં. જો તમારું પણ એકાઉન્ટ આમાંથી કોઈપણ બેંકમાં છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news