દેશનાં ઉદ્યોગપતિઓ નાણા નિચોવી લીધા બાદ વિદેશમાં વસવાની ઘેલછા : અહેવાલ

આર્થિક અસમાનતાઓ વચ્ચે ભારત વિશ્વના ટોચના સૌથી અમિર દેશોમાં સામેલ થયો હોવાનો રિપોર્ટ છે. એક તરફ દેશમાં આર્થિક અસમાનતા ખુબ જ ભયજનક હદે વધી હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો હતો. જો કે ત્યાર બાદ ભારત ટોપનાં અમીર દેશોમાં સ્થાન મળ્યું હોવાનાં સમાચારે ઘા પર મલમ લગાવવાનું કામ કર્યું હતું.

Updated By: Feb 4, 2018, 10:51 PM IST
દેશનાં ઉદ્યોગપતિઓ નાણા નિચોવી લીધા બાદ વિદેશમાં વસવાની ઘેલછા : અહેવાલ

નવી દિલ્હી : આર્થિક અસમાનતાઓ વચ્ચે ભારત વિશ્વના ટોચના સૌથી અમિર દેશોમાં સામેલ થયો હોવાનો રિપોર્ટ છે. એક તરફ દેશમાં આર્થિક અસમાનતા ખુબ જ ભયજનક હદે વધી હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો હતો. જો કે ત્યાર બાદ ભારત ટોપનાં અમીર દેશોમાં સ્થાન મળ્યું હોવાનાં સમાચારે ઘા પર મલમ લગાવવાનું કામ કર્યું હતું.

જોકે આ દરમિયાન વધુ એક અહેવાલ છે જે દેશની આર્થિક સમૃદ્ધિ માટે ચિંતાજનક છે. એક રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે દેશના 7 હજાર ધનિકોએ દેશ છોડીને વિદેશમાં રહેવાનું પસંદ કર્યું છે. 2016ની સરખામણીએ 16 ટકા ધનકુબેરોએ ભારતનું નાગરિકત્વ છોડીને બીજા દેશોનું નાગરિકત્વ સ્વીકાર્યું છે. ન્યૂ વર્લ્ડ વેલ્થના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

જે પ્રમાણે 2017માં 7 હજાર જેટલા અલ્ટ્રા રીચ લોકોએ ભારત છોડી દીધું. 2016માં આ આકંડો 6 હજાર હતો, જ્યારે 2015માં 4 હજાર ધનિકો દેશો છોડયાનો ઉલ્લેખ છે. વિદેશોમાં સ્થળાંતરમાં અમેરિકા લોકોની પહેલી પસંદ છે. આ ઉપરાંત UAE, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં સૌથી વધુ સ્થળાંતર છે.ધનિકોમાં વિદેશમાં સેટ થવાનું ચલણ વધ્યું છે. ખાસ કરીને તે લોકો પોતાનાં સ્ટેટસ સાથે દેશને જોડે છે જેનાં કારણે તેઓ દેશને છોડી રહ્યા છે.