બ્રહ્મપુત્રાનું વહેણ ચીન બદલે તો પણ કોઇ ફરક નથી પડતો: પુર્વ સેના પ્રમુખ

 પાડોશી દેશ ચીન વારંવાર સરહદ પર અડચણો ઉભી કરી  ભારતને દબાવવાની કોશિશ કરતું રહે છે. તેવામાં હવે બ્રહ્મપુત્ર નદીના વહેણ બદલવાની ખોખલી ચાલ રમી રહ્યું છે. પરંતુ ડ્રેગન એ ભુલે છે કે, બહ્મપુત્ર નદીનું પ્રવાહ ભારતમાં આવતો રોકશે તો પણ ભારતને તેનાથી કોઈ ખતરો નથી.આ વાત ખુદ પૂર્વ સેના પ્રમુખ જનરલ શંકર રોય ચૌધરી જણાવી રહ્યા છે.

Updated By: Feb 4, 2018, 10:59 PM IST
બ્રહ્મપુત્રાનું વહેણ ચીન બદલે તો પણ કોઇ ફરક નથી પડતો: પુર્વ સેના પ્રમુખ

નવી દિલ્હી : પાડોશી દેશ ચીન વારંવાર સરહદ પર અડચણો ઉભી કરી  ભારતને દબાવવાની કોશિશ કરતું રહે છે. તેવામાં હવે બ્રહ્મપુત્ર નદીના વહેણ બદલવાની ખોખલી ચાલ રમી રહ્યું છે. પરંતુ ડ્રેગન એ ભુલે છે કે, બહ્મપુત્ર નદીનું પ્રવાહ ભારતમાં આવતો રોકશે તો પણ ભારતને તેનાથી કોઈ ખતરો નથી.આ વાત ખુદ પૂર્વ સેના પ્રમુખ જનરલ શંકર રોય ચૌધરી જણાવી રહ્યા છે.

જનરલ શંકર રોયના જણાવ્યા પ્રમાણે, ચીન દ્વારા ત્સાંગપો-બ્રહ્મપુત્ર નહીના માર્ગને કથિત રીતે ફેરફાર કરવાથી ભારતને કોઈ ભય નથી. ભારતમાં બ્રહ્મપુત્રની પર્યાપ્ત અન્ય સહાયક નદીઓ પણ આવેલી છે. જેમાં પણ બ્રમપુત્ર જેટલું જ વરસાદનું પાણી આવે છે. જોકે બીજી તરફ ચીન બ્રહ્મપુત્ર નદીના વહેણને બદલવાના તમામ સમાચારોને નકારી રહ્યુ છે.

જોકે આ મુદ્દે પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમકે નારાયણને કડક વલણ અપનાવતા કહ્યું કે, ચીન ભારત સાથે હવે જળ યુદ્ધની કોશિશ કરી રહ્યું છે. બ્રહ્મપુત્રને લઈને જળ યુદ્ધ કરવાની દીશામાં ચીન સક્રિય પણ વિચારી રહ્યું છે. ડ્રેગને તૈયાર કર્યો જળ યુદ્ધપ્લાન. ભારત સાથે જળ યુદ્ધ ખેલવા માગે છે ડ્રેગન.

બ્રહ્મપુત્રનું વહેણ બદલવાની ફીરાકમાં ચીન. બ્રહ્મપુત્રનું વહેણ બદલી ભારતને દબાવવા માગે છે ચીન.બ્રહ્મુત્રનું વહેણ બદલવાથી ભારતને કોઈ ભય નહીં.બ્રહ્મપુત્રની સાથે અનેક સહાયક નદીઓ છે જોડાયેલી ચોમાસામાં આ નદીઓમાં બ્રહ્મપુત્ર જેટલું જ વહે છે પાણી ચીનની જળ યુદ્ધ નીતિથી ભારતને કોઇ જ અસર નહી થાય.