Rules Changing in Sep 2023: સપ્ટેમ્બરમાં બદલાઈ જશે આ 6 નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો
Financial Rules in September 2023: ઓગસ્ટ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવો મહિનો સપ્ટેમ્બર શરૂ થશે. આવામાં સપ્ટેમ્બર મહિનામાં કયા કયા ફેરફાર થવાના છે જે તમારા ખિસ્સા પર અસર કરશે તે ખાસ જાણો.
Trending Photos
Financial Rules in September 2023: ઓગસ્ટ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવો મહિનો સપ્ટેમ્બર શરૂ થશે. આવામાં સપ્ટેમ્બર મહિનામાં કયા કયા ફેરફાર થવાના છે જે તમારા ખિસ્સા પર અસર કરશે તે ખાસ જાણો. સપ્ટેમ્બર મહિનામાં ક્રેડિટ કાર્ડથી લઈને ફ્રી આધાર અપડેટ સુધીના એવા મહત્વના ફેરફાર થવાના છે જે સામાન્ય લોકોને પ્રભાવિત કરશે.
ફ્રી આધાર અપડેટ
જો તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવવા માંગતા હોવ તો તમારી પાસે આ છેલ્લી તક છે. UIDAI એ 14 સપ્ટેમ્બર સુધી ફ્રીમાં આધાર અપડેટ કરવાની ડેડલાઈન નક્કી કરી છે. પહેલા આ સુવિધા 14 જૂન સુધી હતી પરંતુ તેની સમયમર્યાદા વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી. આવામાં તમે ફ્રીમાં તમારી ડેમોગ્રાફિક ડિટેલ્સ ચાર્જ વગર અપડેટ કરાવી શકો છો.
2000 રૂપિયાની નોટ
2000 રૂપિયાની નોટ બદલવા માટે પણ ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરી થઈ રહી છે. આવામાં તમે બેંકની રજાઓની યાદી ચેક કરીને જલદી 2000 રૂપિયાની નોટ બદલાવી શકો છો.
નાની બચત યોજના
જો તમે કોઈ નાની બચત યોજનામાં રોકાણ કરી રાખ્યું હોય તો 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર અને પાન કાર્ડ જરૂર લિંક કરાવી લો. નહીં તો બાદમાં આવા ખાતાને નિષ્ક્રિય જાહેર કરી દેવામાં આવશે.
ડીમેટ ખાતા
જો તમે ડીમેટ ખાતામાં નોમિનેશનની પ્રક્રિયાને પૂરી ન કરી હોય તો 30 સપ્ટેમ્બરની અંદર આ કામ પતાવી લો. નોમિનેશન વગરના ખાતા સેબી નિષ્ક્રિય જાહેર કરી દેશે.
એક્સિસ બેંક કાર્ડ
જો તમારી પાસે એક્સિસ બેંકનું Magnus ક્રેડિટ કાર્ડ હોય તો જાણી લો તેના નિયમ અને શરતો વિશે જેમાં આગામી મહિનાથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકની વેબસાઈટ પર અપાયેલી જાણકારી મુજબ કેટલાક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને સ્પેશિયલ છૂટનો લાભ મળશે નહીં. આ સાથે જ એક સપ્ટેમ્બરથી નવા કાર્ડધારકોએ વાર્ષિક ફી તરીકે 12500 રૂપિયા અને જીએસટી આપવાના રહેશે. જ્યારે જૂના ગ્રાહકોએ 10000 રૂપિયા ફી અને જીએસટી આપવાનો રહેશે.
એસબીઆઈ વીકેર સ્કીમ
જો તમે એસબીઆઈની વીકેર સ્કીમમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારા માટે આ છેલ્લી તક છે. આ ખાસ સ્કીમની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરી થઈ રહી છે. આ સ્કીમનો લાભ ફક્ત સીનિયર સિટીઝન ઉઠાવી શકે છે. આવામાં તેમને સામાન્ય લોકોની સરખામણીમાં 5 થી 10 વર્ષની એફડી પર 100 બેસિસ પોઈન્ટનો લાભ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે