Salary Hike! 8.5 લાખ બેંક કર્મચારીઓને દિવાળી ભેટ, 15 ટકા વધશે પગાર
IBA એ 11મી દ્વિપક્ષીય પગાર વધારા વાર્ત સહમિતિ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સહમતિ બાદ 8.5 લાખ બેંક કર્મચારેઓને, જેમાં મોટાભાગના સરકારી બેંકોના કર્મચારી જ છે. તેમની સેલરી વધવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: આ દિવાળી બેંક કર્મચારીઓ (Bank Employees) માટે મોટા ખુશીના સમાચાર છે. બેંક કર્મચારીની સેલરીમાં 15 ટકાના વધારાને લઇને ભારતીય બેંક સંઘ (Indian Banks’ Association- IBA)યૂનિયનો અને (અધિકારી) સંઘો સાથે સહમતિ બની ગઇ છે.
IBA એ 11મી દ્વિપક્ષીય પગાર વધારા વાર્ત સહમિતિ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સહમતિ બાદ 8.5 લાખ બેંક કર્મચારેઓને, જેમાં મોટાભાગના સરકારી બેંકોના કર્મચારી જ છે. તેમની સેલરી વધવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
IBA ના CEO સુનીલ મેહતાએ બેંક કર્મચારીઓની સેલરીને લઇને થયેલા ડીલની જાહેરાત કરતાં કહ્યું કે 'આ વધારો 1 નવેમ્બર , 2017થી લાગૂ ગણાશે. કરાર હેઠળ વેતનમાં 15 ટકાના વધારાની જોગવાઇ કરવામાં આવી છે.
આ ડીલ અનુસાર સેલરીમાં 15 ટકાનો વધારો 1 નવેમ્બર 2017થી શરૂ થશે અને 5 વર્ષના સમયગાલા માટે લાગૂ રહેશે.
લાંબી વાતચીત બાદ બની સહમતિ
બેંક અધિકારીઓના ચાર સંગઠનો અને પાંચ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિત્વ કરનાર UFBU અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)એ ત્રણ વર્ષ સુધી ચાલેલી લાંબી વાતચીત બાદ આ વર્ષે 22 જુલાઇના રોજ વાર્ષિક 15 ટકા પગાર વધારાના ડીલ મુદ્દે કરાર થયો હતો.
ભારત તરફથી અહીં કારોબાર કરી રહેલી સરકારી, ખાનગી અને આંતરરાષ્ટ્રીય સહિત લગભગ 37 બેંકોના કર્મચારીઓના પગાર વધારા પર વાતચીત માટે IBA ઓથોરાઇઝ કરવામાં આવ્યા હતા.
કેટલો મળશે ફાયદો
સરકારી બેંકના લગભગ 3.79 લાખ અધિકારીઓ, 5 લાખ કર્મકહરીઓ, કેટલીક ખાનગી બેંકો અને વિદેશી બેંકોના કર્મચારીઓને પણ આ પગાર વધારાનો ફાયદો મળશે. આ પગાર વધારાનો ફાયદો 29 બેંકોના કર્મચારીઓને થશે, જેમાં 12 સરકારી બેંક અને 10 ખાનગી બેંક અને 7 વિદેશી બેંક્સ છે.
ચાર યૂનિયન તરફથી જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પહેલીવાર યૂનિફોર્મ બેસિક, મોંઘવારી ભથ્થું, એચઆરએ, સ્પેશિયલ એલાઉન્સ અને ટ્રાંસપોર્ટ એલાઉન્સ મળશે. એચઆરએ રેટ 10.5 ટકા હશે જે આખા દેશ માટે છે. આ પગાર વધારાથી બેંક પર વાર્ષિક 7,898 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.
બેંકોમાં લાગૂ થશે PLI સ્કીમ
IBA એ કહ્યું કે કંપટીશનની ભાવના વધારવા અને પરર્ફોમન્સને વખાણના હેતુથી પહેલીવાર Performance-linked incentive (PLI) સ્કીમ લાગૂ કરવામાં આવશે. આ સ્કીમનો ફાયદો નાણાકીય વર્ષથી લાગૂ કરવામાં આવશે.
સરકારી બેંકોમાં આ સ્કીમ કોઇ બેંકના ઓપરેટિંગ પ્રોફિટ અથવા નેટ પ્રોફિટ પર આધારિત હશે. ખાનગી અને વિદેશી બેંકો માટે આપ્શનલ હશે કે તેને લાગૂ કરે છે કે નહી. કરાર હેઠળ PLI કર્મચારીઓની સામાન્ય સેલરી ઉપર આપવામાં આવશે, એટલે સેલરી વધુ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે