SBI ક્રેડિટ કાર્ડ પર આ સ્થિતિઓમાં વસૂલે છે ચાર્જ, સમયસર બાકી ચૂકવવામાં જ ભલાઇ

દેશના સૌથી મોટા સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરે છે. બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર વગેરે ઓફર કરવામાં આવે છે, પરંતુ પોતાના ગ્રાહકો પાસેથી આ ક્રેડિટ કાર્ડના બદલામાં થોડો ચાર્જ પણ વસૂલે છે. નાણાકીય જાણકારોનું કહેવું છે કે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને તેના પર લાગનાર ચાર્જ વિશે સારી રીતે ખબર નથી. અમે અહીં ચર્ચા કરીશું કે આખરે એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર કયા પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે.
SBI ક્રેડિટ કાર્ડ પર આ સ્થિતિઓમાં વસૂલે છે ચાર્જ, સમયસર બાકી ચૂકવવામાં જ ભલાઇ

નવી દિલ્હી: દેશના સૌથી મોટા સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરે છે. બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર વગેરે ઓફર કરવામાં આવે છે, પરંતુ પોતાના ગ્રાહકો પાસેથી આ ક્રેડિટ કાર્ડના બદલામાં થોડો ચાર્જ પણ વસૂલે છે. નાણાકીય જાણકારોનું કહેવું છે કે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને તેના પર લાગનાર ચાર્જ વિશે સારી રીતે ખબર નથી. અમે અહીં ચર્ચા કરીશું કે આખરે એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર કયા પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે.

વાર્ષિક ચાર્જ અને રિન્યુઅલ ફી
એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ચાર્જ અને રિન્યુઅલ ફી (નવો ચાર્જ) બંને આપવાનો હોય છે. વાર્ષિક ચાર્જ એકવાર આપવાનો હોય છે, જ્યારે રિન્યુઅલ ફી એટલે કે નવીકરણ ચાર્જ દર વર્ષે ચૂકવવાનો હોય છે. એસબીઆઇની ક્રેડિટ કાર્ડ વેબસાઇટ sbicard.com ના અનુસાર ક્રેડિટ કાર્ડ અલગ-અલગ વેરિએન્ટમાં હોય છે તો તેના માટે ચાર્જ પણ અલગ રહી શકે છે. બેંક દ્વારા આ ચાર્જ કાર્ડધારકના ખાતામાંથી સીધો લેવામાં આવે છે, જેની જાણકારી તે મહિનાના સ્ટેટમેંટમાં આપવામાં આવે છે.  

કેશ એડવાન્સ ચાર્જ
કાર્ડધારકને કોઇ ઇમરજન્સીની સ્થિતિમાં કેશની જરૂર પડતાં કેશ ઉપાડવાની સુવિધા મળે છે. એસબીઆઇ આ સુવિધાના બદલામાં ઉપાડવાનો ચાર્જ વસૂલે છે. તેની જાણકારી કાર્ડધારકને અલગથી આગામી મહિનાના સ્ટેટમેંટમાં આપવામાં આવે છે. ચાર્જના રૂપમાં જો કાર્ડધારક ભારતમાં ઉપાડે છે તો તેને 2.5 ટકા એટલે કે 300 રૂપિયાથી પણ વધુ હશે, ચૂકવવાનો હોય છે. આ ચાર્જ વિદેશમાં ઉપાડવા પર લાગૂ પડે છે. 

કેશ પેમેન્ટ ચાર્જ
એસબીઆઇ ક્રેડિટ કાર્ડ હોલ્ડરને બાકી ચૂકવણી માટે કોઇપણ શાખા પ્સંદ કરવાની આઝાદી હોય છે. અહીં આ કાર્ડનું બાકી પેમેન્ટ સિલેક્ટ કરી શકો છો. જેમાં તેને સ્લિપમાં ક્રેડિટ કાર્ડ નંબર અને રકમની જાણકારી આપવાની હોય છે. તેને બેંકના કાઉન્ટર પર જમા કરવાથી પેમેન્ટ થઇ જાય છે. બિલ પેમેન્ટ બાદ તાત્કાલિક રસીદ આપવામાં આવે છે. એસબીઆઇ આ સુવિધાના બદલામાં 199 રૂપિયા+ટેક્સ ચાર્જના રૂપમાં વસૂલવામાં આવે છે.  

વ્યાજ મુક્ત ગ્રેસ પીરિયડ
દુકાનદારો અથવા વેપારીઓ માટે વ્યાજ મુક્ત ક્રેડિટ પીરિયડ 20 થી 50 દિવસોનો હોય છે. જોકે આ ત્યારે સંભવ છે કે જ્યારે ગત બાકી બિલકુલ ચૂકવવામાં આવ્યુ હોય. જો તમે એટીએમમાંથી કેશ કાઢો છો તો આ રાહત મળતી નથી. જો તમે સમયસીમા પાર કરી દો છો તો ચાર્જ ચૂકવવો પડે છે.

સર્વિસ ચાર્જ
માસિક હપ્તા સહિત બધા ટ્રાંજેક્શનના બાકી ચૂકવણીની જો લેણદેણની તારીખથી લઇને સમયસીમા સુધી કરવામાં ન આવ્યું તો આખા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. જો કાર્ડધારકે તારીખ પહેલાં પુરી ચૂકવણી કરવામાં ન આવી એટલે કે થોડી રકમ જ આપી છે ત્યારે પણ તમારે ચાર્જ ચૂકવવો પડશે.

ચૂકવણીમાં મોડું કરવા પર ચાર્જ
જો બાકીની રકમની ચૂકવણી નિયત તારીખે ન કરવામાં આવે તો ત્યારે તમારે ચાર્જ ચૂકવવો પડે છે. સમયાંતરે બેંક દ્વારા ચાર્જ લાગૂ થાય છે જેની ચૂકવણી કાર્ડધારકને કરવો પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news