SBI એ ગ્રાહકો માટે લોંચ કર્યું MOPAD, જાણો કેટલી સરળ થઇ જશે ખરીદી
આ પહેલાં સ્ટેટ બેંક અને રિલાયન્સ જિયોએ પોતાની ભાગદારીનો વિસ્તાર કરતાં ડિજિટલ ચૂકવણી શરૂ કરી હતી.
Trending Photos
મુંબઇ: દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ બુધવારે એક એવી પ્રોડક્ટ લોંચ કરી જેના દ્વારા ચૂકવણી ખૂબ સરળ થઇ જશે. આ મલ્ટી ઓપ્શન પેમેંટ એક્સસેપ્ટેંસ ડિવાઇસ ગ્રાહકો અને વેપારીઓને ડિજિટલ ચૂકવણીમાં અનુકૂળતા પુરી પાડશે. એક મલ્ટી ઓપ્શન પેમેંટ એક્સેપ્ટેંસ ડિવાઇસ (MOPAD) એટલે કે મલ્ટિ-ચોઇસ ચુકવણી સ્વીકૃતિ ઉપકરણ. એસબીઆઇના અનુસાર મોપેડ આવ્યા બાદ ગ્રાહક હવે કાર્ડ, ભારત ક્યૂઆર, યૂપીઆઇ અને એસબીઆઇ બુડી (ઇલેક્ટ્રોનિક-વોટેલ) દ્વારા એક પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) ટર્મિનલ પર પેમેંટ કરી શકશે.
શું છે MOPAD?
એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે 'એમઓપીએડી વેપારીઓને એક પીઓએસ મશીન દ્વારા ઘણા પ્રકારે લેનદેનને એક ડિવાઇસ દ્વારા સ્વિકાર કરવામાં મદદ કરશે. સાથે જ તેમના કામકાજમાં આવનારી સમસ્યાઓને દૂર કરવામાં આવશે. નજીકના પ્રવાહ પણ સરળ થઇ જશે. તેમણે કહ્યું કે 'અર્થવ્યવસ્થામાં કેશના ચલણને ઓછા કરવાની દિશામાં આ બેંકની બીજી પહેલ છે. જેથી વેપારીઓ અને ગ્રાહકો વધુમાં વધુ ડિજિટલ લેણદેણનો વિકલ્પ અપનાવવામાં મદદ મળશે. વિજ્ઞપ્તિના અનુસાર બધા પીઓએસ ટર્નિનલ પર નવી પહેલ તબક્કાવાર લાગૂ કરવામાં આવશે.
SBI Chairman, Shri Rajnish Kumar, today launched The Multi-Option Payment Acceptance Device (MOPAD) in Mumbai. MOPAD lets you make all types of digital payments on a single PoS terminal, easing digital transactions for customers and merchants alike. https://t.co/Byw3pVPQjh pic.twitter.com/D6YH4Sb3zK
— State Bank of India (@TheOfficialSBI) August 8, 2018
જિયોની સાથે ડિજિટલ પેમેંટમાં ટેક્સ ચૂકવીમાં કરી ચૂકી છે ભાગીદારી
આ પહેલાં સ્ટેટ બેંક અને રિલાયન્સ જિયોએ પોતાની ભાગદારીનો વિસ્તાર કરતાં ડિજિટલ ચૂકવણી શરૂ કરી હતી. તેનાથી દેશની સૌથી મોટી બેંકને ડિજિટલ ગ્રાહકોની સંખ્યા અનેક વધવામાં મદદ મળશે. બંને પહેલાંથી જ ચૂકવણી બેંક ઉપક્રમમાં ભાગીદાર છે. ભારતીય સ્ટેટ બેંક અને જિયોએ સાથે મળીને જિયો ચૂકવણી બેંક બનાવી છે. તેમાં જિયોની 70 ટકા ભાગીદારી છે અને બાકી 30 ટકા ભાગીદારી સ્ટેટ બેંક પાસે છે. જોકે લાયસન્સ મળ્યા બાદ બે વર્ષથી વધુ સમય પસાર થયા બાદ પણ તેનું ઓપરેટિંગ શરૂ થયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે