SBIને ત્રણ મહિનામાં 7718 કરોડનું નુકસાન, આ રહ્યું તેનું કારણ

ભારતીય સ્ટેટ બેન્ક (SBI) ગત નાણાકિય વર્ષના ચોથા ત્રિમાસીક ગાળામાં 7,718.17 કરોડ રૂપિયાનું શુદ્ધ નુકસાન થયું છે. કર્જામાં ફરાયેલા (NPA) માટે નુકસાનના ઉંચા ધોરણો કરવાને કારણે આટલી ખોટ થઈ છે. 

SBIને ત્રણ મહિનામાં 7718 કરોડનું નુકસાન, આ રહ્યું તેનું કારણ

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક (SBI) ગત નાણાકિય વર્ષના ચોથા ત્રિમાસીક ગાળામાં 7,718.17 કરોડ રૂપિયાનું શુદ્ધ નુકસાન થયું છે. કર્જામાં ફરાયેલા (NPA) માટે નુકસાનના ઉંચા ધોરણો કરવાને કારણે આટલી ખોટ થઈ છે. આ પહેલાના નાણાકિય વર્ષના આજ સમયગાળામાં દેશની સૌથી મોટી બેન્કે 2,814.82 કરોડનો ચોખો નફો કર્યો હતો. ડિસેમ્બર 2017ના સમાપ્ત ત્રીજા ત્રિમાસીક ગાળામાં બેન્કને 2,416.37 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. બેન્ક તરફથી મંગળવારે શેર બજારમાં જણાવવામાં આવ્યું કે, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીકગાળામાં તેની કુલ આવક વધીને 68,436.06 કરોડ પર પહોંચી ગઈ છે. 

ગત વર્ષના સમાનગાળામાં 57,720.07 કરોડ રૂપિયા હતી. આ સમયગાળામાં બેન્કનો કુલ એનપીએ વધીને કર્જના 10.91 ટકાના બરાબર થઈ ગયો, જે ગત વર્ષના નાણાકિય વર્ષના સમાન ત્રિમાસીકગાળામાં 6.90 ટકા હતો. આ દરમિયાન બેન્કનો શુદ્ધ એનપીએ વધીને 5.73 ટકા પર પહોંચી ગયો, જે એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસીકગાળામાં 3.71 ટકા હતો. બેન્ક અનુસાર વિભિન્ન ચાર્જથી કમાણી નાણાકિય વર્ષ 2016-17ના ચોથા ત્રિમાસીકગાળામાં 7,434 રૂપિયાથી વધીને 2017-18ના ચોથા ત્રિમાસીકગાળામાં 8,430 કરોડ રૂપિયા થયો. 

એસબીઆઈ તરફથી જાન્યુઆરીથી માર્ચ 2018ના ત્રિમાસીકગાળામાં થયેલા નુકસાનના ત્રણ મોટા કારણો જણાવવામાં આવ્યા છે. બેન્ક અનુસાર ટ્રેડિંગમાં ઓછી આવક, બોન્ડ યીલ્ડ્સ વધવાને કારણે માર્કેટ ટૂ માર્કેટમાં મોટા નુકસાને તેને શુદ્ધ ખોટ તરફ ધકેલી. બેન્ક તરફથી જણાવવામાં આવ્યું કે, પગાર વધારો તથા ગ્રેચ્યુઈટીની લિમિટ વધવાથી આ વસ્તુઓમાં વધુ જોગવાઇ કરવી પડી. ચોથા ત્રિમાસીકગાળામાં એસબીઆઈનો એનપીએ 1.99 લાખ કરોડથી વધીને 2.2 લાખ કરોડ પર પહોંચી ગયો છે. 

આ પહેલા દેશની સૌથી મોટી બેન્કે સૂચનાના અધિકાર હેઠળ નાણાકિય વર્ષ 2017-18માં પોતાના ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવેલ એટીએલ વ્યવહાર દરની જાણકારી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ રકમ એટીએમ ઉપયોગ ફ્રીની સુવિધા ખતમ થયા બાદ વસૂલવામાં આવે છે. મધ્યપ્રદેશના નીમચ નિવાસી સામાજીક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, તેમણે આરટીઆઈ અરજી દાખલ કરીને એસબીઆઈ પાસેથી 31 માર્ચે સમાપ્ત નાણાકિય વર્ષમાં તેના દ્વારા પોતાના ગ્રાહકો પાસેથી વસૂલ કરાયેલ એટીએમ વ્યવહાર રકમની ત્રિમાસીકના આધારે જાણકારી માંગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news