મહિલા ટી-20 ચેલેન્જઃ સુપરનોવાજે ટ્રેલબ્લેજર્સને 3 વિકેટે હરાવ્યું
સુપરનોવાજ માટે ડેનિયલ વ્યાટે સૌથી વધુ 24 રન બનાવ્યા. મિતાલી રાજે 22 અને હરમનપ્રીતે 21 રનનું યોગદાન આપ્યું.
Trending Photos
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મહિલા ટી20 ચેલેન્જ પ્રદર્શની મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં સુપરનોવાજે સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેજર્સને રોમાંચક મેચમાં ત્રણ વિકેટે પરાજય આપ્યો. સુપરનોવાજે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 129 રન બનાવ્યા હતા. સુપરનોવાજે આ લક્ષ્યને મેચના અંતિમ બોલ પર સાત વિકેટ ગુમાવીને હાસિલ કર્યો. સુપરનોવાજ માટે ડેનિયલ વ્યાટે સૌથી વધુ 24 રન બનાવ્યા. આ સિવાય મિતાલીએ 22 અને હરમનપ્રીતે 21 રનનું યોગદાન આપ્યું હતું.
ટ્રેલબ્લેજર્સ તરફતી પૂનમ યાદવ અને સુજી બેટ્સે બે-બે વિકેટ ઝડપી. ઝૂલન ગોસ્વામી અને એકતા બિષ્ટને એક-એક વિકેટ મળી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ ટી20 પ્રદર્શની મેચનું આયોજન કર્યું હતું.
હરમનપ્રીતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મેગન શટે બીજી ઓવરના અંતિમ બોલે એલિસ હિલી (7)ને ડેનિયલ વ્યાટના હાથે કેચકરાવીને સુપરનોવાજને પ્રથમ સફળતા અપાવી હતી.
The very first one-off Women's T20 challenge went down to the last over. What an experience this has been at Wankhede. Supernovas beat Trailblazers by 3 wickets. Smiles all around #IPLWomen pic.twitter.com/7WwnxEhAtu
— IndianPremierLeague (@IPL) May 22, 2018
ત્યારબાદ મેચની ત્રીજી ઓવરમાં એલિસા પૈરીએ મંધાના (14)ને આઉટ કરીને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ બેથ મૂની પણ શટની બોલિંગમાં માત્ર ચાર રન બનાવી આઉટ થઈ હતી. વેદાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. અહીંથી દીપ્તિ શર્મા (21) અને સુજી બેટ્સે ટીમને સંભાળી અને સ્કોર 58 પર પહોંચાડ્યો. રાજેશ્વરી ગાયકવાડે દીપ્તિને હરમનપ્રીતના હાથે કેચઆઉટ કરાવી હતી.
સુજીએ અહીંથી જામિયાહ રોડ્રિગેજની સાથે મળીને ટીમનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. બંન્નેએ પાંચમી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. મેચની 16મી ઓવરમાં રોડ્રિગેજને અનુજા પાટિલે આઉટ કરી હતી.
સુજી મેચની અંતિમ ઓવરમાં આઉટ થઈ હતી. અંતમાં શિખા પાંડે 14 રન બનાવી અણનમ રહી હતી. સુપરનોવાજ તરફથી મેગન શટ અને એલિસા પૈરીને બે-બે સફળતા મળી. અનુજા પાટિલ અને રાજેશ્વરી ગાયકવાડે એક-એક વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે