Startup Idea: 90% સુધી લોન અને 25 ટકા સુધીની મળે છે સબ્સિડી, નોકરી છોડો અને આ ધંધો કરો

Business Startup Idea:જો તમારો બિઝનેસ કરવાનો પ્લાન છે તો તમે મેડિકેટેડ ઓયલ બનાવવાનો કારોબાર શરૂ કરી શકો છો. યુનિટ લગાવવા માટે સરકાર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ 90% સુધી લોન અને 25 ટકા સુધી સબ્સિડી આપે છે. 

Startup Idea: 90% સુધી લોન અને 25 ટકા સુધીની મળે છે સબ્સિડી, નોકરી છોડો અને આ ધંધો કરો

Business Startup Idea: દેશમાં સ્ટાર્ટઅપનું ચલણ વધ્યું છે. નોકરી કરતાં વ્યવસાયમાં રિસ્ક છે પણ રિસ્ક હૈ તો ઈશ્ક હૈ.. નોકરીમાં તમે એક લિમિટ સુધી કમાણી કરી શકો છો પણ બિઝનેસમાં અમર્યાદિત કમાણી છે. દેશમાં આયુર્વેદ અને યોગની પ્રેક્ટિસ વધી છે. કોઈપણ આડઅસર વિના સારવારની વર્ષો જૂની પદ્ધતિએ વિશ્વભરમાં નામના મેળવી છે. ઝડપી રાહત માટે ટેબ્લેટ/કેપ્સ્યુલ્સ વગેરેના ઉત્પાદન માટે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ વધ્યો છે. આજકાલ આયુર્વેદિક ઉત્પાદનોનું વિશાળ બજાર છે. એવામાં, આ ક્ષેત્રમાં વ્યવસાયની વધુ સારી તક ઊભી થઈ છે.

શરૂ કરો મેડિકેટેડ ઓયલનો બિઝનેસ
જો તમારો બિઝનેસ કરવાનો પ્લાન છે તો તમે મેડિકેટેડ ઓયલ બનાવવાનો કારોબાર શરૂ કરી શકો છો. યુનિટ લગાવવા માટે સરકાર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ 90% સુધી લોન અને 25 ટકા સુધી સબ્સિડી આપે છે. 

તમારા ખિસ્સામાંથી લગાવો માત્ર 50500 રૂપિયા
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ એ મેડિકેટેડ ઓયલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેનો પ્રોજેક્ટ કોસ્ટ 50500 રૂપિયા છે અને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ જો તમે લોન માટે અરજી કરો છો તો તમારા ખિસ્સામાંથી માત્ર 50500 રૂપિયા લગાવવા પડશે. બાકી 90 ટકા તમને લોન મળી જશે. પ્રોજેક્ટ કોસ્ટમાં 1000 વર્ગ ફુટ બિલ્ડિંગ શેડ, મશીનરી-ઇક્વિપમેન્ટ, વર્કિંગ કેપિટલ સામેલ છે. આ કોસ્ટમાં તમે દર વર્ષે લગભગ 95500 બોટલ મેડિકેટેડ ઓયલ તૈયાર કરી શકશો, જોની કુલ કિંમત 1261000 રૂપિયા થશે. 

કેટલો થશે નફો?
ફિક્સ્ડ કોસ્ટ અને વેરિએબલ કોસ્ટથી તમારૂ કોસ્ટ ઓફ પ્રોડક્શન 12.61 લાખ રૂપિયા થશે. 95500 બોટલ વેચવા પર તમારો કુલ વાર્ષિક સેલ 15 લાખ રૂપિયા થશે. તમને લગભગ 2.39 લાખનો નફો થઈ શકે છે. એટલે કે તમે દર મહિને આશરે 20 હજારની કમાણી કરી શકો છો. 

તાલીમ લઈ શકાય છે
સરકાર પ્રધાનમંત્રી રોજગાર જનરેશન પ્રોગ્રામ હેઠળ લોન આપતા પહેલા બિઝનેસ સંબંધિત ટ્રેનિંગ પણ આપે છે. તેમાં બિઝનેસના તમામ પાસાની સાથે મેનેજમેન્ટ અને સેલ્સના પાઠ પણ ભણાવવામાં આવે છે. 

લોન માટે કેવી રીતે કરવી અરજી?
જો તે મેડિકેટેડ ઓયલ યુનિટ માટે લોન લેવા ઈચ્છો છો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો કે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. અથવા તો ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news