3 ગણો વધ્યા બાદ લોકોને લોહીના આંસુ રડાવી રહ્યો છે આ સ્ટોક, 2 કરોડ શેરનું કોઈ ખરીદનાર નથી?

IREDA lower circuit: એક સમયે આ સ્ટોકનો દબદબો હતો પરંતું IREDAના શેર છેલ્લા 3 દિવસથી 5-5%ની નીચલી સર્કિટ પર અથડાઈ રહ્યા છે. શુક્રવારે IREDAનો શેર 5 ટકાની લોઅર સર્કિટ સાથે રૂ. 179.60 પર હતો. જોકે, લાંબાગાળા માટે રોકાણ ધરાવતા રોકાણકારો માટે આ બેસ્ટ શેર છે. 

3 ગણો વધ્યા બાદ લોકોને લોહીના આંસુ રડાવી રહ્યો છે આ સ્ટોક, 2 કરોડ શેરનું કોઈ ખરીદનાર નથી?

IREDA stock price: તમને નવાઈ લાગશે કે આ સ્ટોકનો આઈપીઓ થોડા દિવસ પહેલાં જ ખૂલિયો હતો. છેલ્લા ત્રણ દિવસથી IREDAના શેર 5-5%ની લોઅર સર્કિટ લાગી રહી છે. આ પહેલાં, તે સતત 52 અઠવાડિયાના હાઈ પર પહોંચ્યો હતો. હવે તેના શેરમાં સતત ઘટાડાને જોતા કોઈ આ શેર ખરીદવા તૈયાર નથી. 2 કરોડથી વધુ શેર વેચાણના ઓર્ડર પર છે. શુક્રવારે IREDAનો શેર 5 ટકા ઓવર સર્કિટ સાથે રૂ. 179.60 પર હતો. છેલ્લા ત્રણ દિવસમાં તેના શેરમાં લગભગ 13 ટકાનો ઘટાડો થયો છે. જેને પગલે રોકાણકારો રડી રહ્યાં છે. 

આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 30 થી રૂ. 32 પ્રતિ શેર હતી
IREDA શેરનું 52 સપ્તાહનું ઊંચું સ્તર શેર દીઠ રૂ. 214.80 છે, જ્યારે 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 50 પ્રતિ શેર છે. નોંધનીય છે કે કંપની ગયા વર્ષે નવેમ્બરમાં IPO લઈને આવી હતી અને 29 નવેમ્બરે તેના શેર શેરબજારમાં 60 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 30 થી રૂ. 32 પ્રતિ શેર હતી.

બે મહિનામાં ત્રણ ગણો નફો
શેરબજારમાં લિસ્ટ થયા પછી IREDA શેર્સ (IREDA શેર પ્રાઇસ) એ બે મહિનામાં ત્રણ ગણું વળતર આપ્યું છે. રૂ. 60ના ભાવથી આ સ્ટોક બે મહિનામાં રૂ. 214 પર પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે લગભગ 250 ટકા વળતર આપ્યું હતું. આ શેરે એક મહિનામાં 70 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જોકે, પાંચ દિવસ દરમિયાન તેમાં 12.30%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. IREDA નો ઇક્વિટી રેશિયો 35.67 ટકા છે.

IREDA શેર માટે ખરીદદારો નથી મળી રહ્યાં
છેલ્લા ત્રણ દિવસથી IREDAના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બાદ રોકાણકારો તેના શેર વેચવામાં વ્યસ્ત છે, પરંતુ કોઈ ખરીદનાર નથી મળી રહ્યો. લગભગ 2 કરોડ શેર વેચાણ માટે પેન્ડિંગ ઓર્ડર પર છે.

શું તમે પણ ભરાયા છો
જો તમે તેના શેર 200 રૂપિયા કે તેથી વધુ કિંમતે ખરીદ્યા હોય, તો અત્યાર સુધીમાં તમને મોટું નુકસાન થયું હશે. IREDAના શેર અંગે, હજુ એ સ્પષ્ટ નથી કે તેની નીચલી સર્કિટ ક્યારે તૂટશે. છેલ્લા 3 દિવસથી આ સ્ટોક પર નીચલી સર્કિટ લાગી રહી છે. 

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news