આ 3 શેર 10 દિવસમાં કરાવશે શાનદાર કમાણી; ખરીદીની સલાહ, ટાર્ગેટ, સ્ટોપલોસ ખાસ નોંધી લો

Stocks to Buy for Short Term: બ્રોકરેજ હાઉસે પોઝિશનલ ટ્રેડર્સ માટે મોમેન્ટમ પિક આપ્યું છે. તેમાં 10 દિવસના દ્રષ્ટિકોણથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજે આ શેરોમાં શેની પસંદગી કરી છે તે ખાસ જાણો...

આ 3 શેર 10 દિવસમાં કરાવશે શાનદાર કમાણી; ખરીદીની સલાહ, ટાર્ગેટ, સ્ટોપલોસ ખાસ નોંધી લો

Stocks to Buy for Short Term: શેર બજારમાં રિઝલ્ટ સીઝન શરૂ થઈ ગઈ છે. કંપનીઓની અર્નિંગ્સ અને કોર્પોરેટ એનાઉન્સમેન્ટના કારણે બજારમાં મૂવમેન્ટ જોવા મળી રહી છે. આજે કારોબારમાં ઘરેલુ બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી લીડ સાથે જોવા મળ્યા. બજારના ટ્રેન્ડ્સને જોતા બ્રોકરેજ હાઉસ HDFC Securities એ પોઝિશનલ ટ્રેડર્સ માટે મોમેન્ટમ પિક આપ્યો છે. જેમાં 10 દિવસના દ્રષ્ટિકોણથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજે આ શેરોમાં LTIMindtree, Power Mech Projects અને HG Infra Engineering સામેલ કર્યા છે. બ્રોકરેજે આ શેરોના ટાર્ગેટ, સ્ટોપલોસ આપ્યા છે. 

LTIMindtree
LTIMindtree ના શેર પર HDFC Securitiesએ બાય રેટિંગ આપ્યું છે. શેરમાં 10 દિવસ સુધીનો દ્રષ્ટિકોણ રાખ્યો છે. ટાર્ગેટ 6451 રાખવાનો છે. સ્ટોપલોસ 5910 રાખવાનો છે. લોઅર રેન્જ 6020 છે. 11 જાન્યુઆરી 2024ના રોજ સ્ટોક 5960 પર સેટલ થયો હતો. એ જ રીતે આ શેરમાં કરન્ટ લેવલથી 4-5 ટકાનો અપસાઈડ જોવા મળી શકે છે. 

Power Mech Projects
Power Mech Projects ના શેર પર  HDFC Securities એ બાય રેટિંગ આપ્યું છે. શેરમાં 10 દિવસ સુધીનો દ્રષ્ટિકોણ રાખવાનો છે. ટાર્ગેટ 5130 રાખવાનો છે. સ્ટોપલોસ 4510 રાખવાનો છે. એવરેજ લેવલ 4610 છે. 11 જાન્યુઆરી 2024ના રોજ સ્ટોક 4815 પર સેટલ થયો હતો. આ રીતે આ શેર કરન્ટ લેવલથી 8-9 ટકાનો અપસાઈડ દેખાડી શકે છે. 

HG Infra Engineering
HG Infra Engineering ના શેર પર HDFC Securities એ બાય રેટિંગ આપ્યું છે.  શેરમાં 10 દિવસ સુધીનો દ્રષ્ટિકોણ રાખવાનો છે. સ્ટોપલોસ 840 રાખવાનો છે. એવરેજ લેવલ 854 છે. 11 જાન્યુઆરી 2024નો સ્ટોક 885 પર સેટલ થયો છે. આ રીતે આ શેર કરન્ટ લેવલથી 3-5 ટકાનો અપસાઈડ દેખાડી શકે છે. 

 (Disclaimer: આ શેરમાં પોઝિશનલ સલાહ બ્રોકરેજે આપી છે. આ ઝી24કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને ટ્રેડિંગ/રોકાણ પહેલા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news