જે.પી ગ્રુપ ડાહ્યા બાળકની જેમ 2000 કરોડ રૂપિયા જમા કરાવે : સુપ્રીમ
જે.પી ગ્રુપ અંગે અન્ય કોઇ પણ ગ્રાહક ફોરમમાં સુનવણી પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકાયો
- સુપ્રીમ કોર્ટે જે.પી એસોસિએટ્સની આકરી ઝાટકણી કાઢી
- 31 ડિસેમ્બર સુધી 275 કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ
- હજી સુધી કંપનીએ એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી
Trending Photos
નવી દિલ્હી: દેવાળું ફૂંકવાની અણી પર ઉભેલી રિયલ એસ્ટેટ કંપની જેપી ગ્રુપને 31 ડિસેમ્બર સુધી કોઇ પણ સ્થિતીમાં 275 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવા પડશે. કોર્ટે બુધવારે સુનવણી કરતા કહ્યું કે ગ્રુપનાં નિર્દેશકોને પૈસા જમા કરાવવા માટે ઘણી વખત કહેવામાં આવી ચુક્યું છે, જો કે હજી સુધી કંપનીએ એક પણ રૂપિયો જમા નથી કરાવ્યો. કોર્ટે કહ્યું કે આ મુદ્દે આગામી સુનવણી 10 જાન્યુઆરીએ કરશે. ઉપરાંત કોર્ટે જેપી એસોસિએટ્સની ઝાટકણી કાઢતા એક ડાહ્યા બાળકની જેમ વ્યવહાર કરવા માટેની સલાહ આપી હતી. કોર્ટનાં આદેશને હાલ જેપી એસોસિએટ્સ માટે રાહત સ્વરૂપે જોવાઇ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ સાથે જ કહ્યું કે, કંપનીનાં પ્રમોટર્સ અને સ્વતંત્ર નિર્દેશક પૈસા જમા કરાવવા માટે પોતાની અથવા પરિવારનાં અન્ય સભ્યોની સંપત્તિ કોર્ટની પરવાનગી વગર સંપત્તી વેચી શકે નહી. કોર્ટે જેપી ઇન્ફ્રાનાં રેકોર્ડ અંતરિમ રિજોલ્યુશન પ્રોફેશનલને સોંપવા માટે કહ્યું છે, જેથી 32 હજાર ફ્લેટ ખરીદદારો અને રોકાણકારોનાં હિતોની રક્ષા થઇ શકે. કોર્ટે કંપની વિરુદ્ધ કોઇ પણ ઉદ્દેશ્ય માટે કોઇ પણ ફોરમમાં થનારી સુનવણી પર સ્ટે મુકી દીધો છે. આઇઆરપીને કંપનીનાં પ્રબંધનની સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. કોર્ટનાં વરિષ્ઠ વકીલ શેખર નફાડેને આઇઆરપીની સુનવણી માટે અમાઇક્સ ક્યૂરી બનાવવામાં આવી છે. શેખર ખરીદારોનાં હિતોનાં રક્ષણ માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે.
દેવામાં ડુબેલી જે.પી એસોસિએટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જેએસ ડબલ્યુની મદદથી જેપી ઇન્ફ્રાટેકનો અધુરો ડેટા પુરો કરવા માટે તૈયાર છે. જેપી સમુહની કંપની જયપ્રકાશ એસોસિએટ લિ.એ દ્વારા તેમ પણ કહેવામાં આવ્યું કે જેપી ઇન્ફ્રાટેક લિ.ની પાસે દેવાદારી કરતા વધારે સંપત્તી છે. માટે આ સમસ્યાનાં ઉકેલમાં કોઇ સમસ્યા નહી થાય. બોમ્બે સ્ટોક એક્સચેન્ચ ફાઇલિંગમાં જેએએલએ કહ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અલ્હાબાદ દ્વારા નિયુક્ત આઇઆરપી દ્વારા અપાયેલા ઉકેલનાં પ્રસ્તાવનાં પક્ષમાં વેદાંતા સહિત ઘણી કંપનીઓએ રૂચી દેખાડી છે. જેથી તેણે પોતાનાં ગ્રુપની કંપનીને સમસ્યામાંથી બહાર લાવવામાં કોઇ સમસ્યા નહી આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે