નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ

મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે સવાલનો જવાબ આજે મળી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે. 

નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસથી ખેંચતાણ જોવા મળી, તેનો હવે અંત જોવા મળી રહ્યો છે. એકનાથ શિંદેએ પાછલા સપ્તાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. હવે તે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવા માટે રાજી થઈ ગયા છે. ફડણવીસ મુંબઈમાં આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે એકનાથ શિંહે દવે દેવેન્દ્ર ફડણવીર સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સામેલ થશે. એનસીપી તરફથી અજીત પવાર પણ નાયબ મુખ્યમંત્રી તરીકે સરકારમાં સામેલ થશે. આ પહેલા ફડણવીસે બુધવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે આ મુલાકાત બાદ એકનાથ શિંદેને સરકારમાં સામેલ થવા માટે વિશેષ આભાર માનતા કહ્યું- કાલે મેં એકનાથ શિંદેને કેબિનેટમાં રહેવાની વિનંતી કરી હતી અને મને આશા છે કે તે આમ કરશે. મુખ્યમંત્રી પદ માત્ર એક ટેકનીકલ સમજુતી છે. અમે હંમેશા સાથે મળી નિર્ણય લીધા છે અને આગળ પણ તેમ કરતા રહીશું. 

શિંદેએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું- અઢી વર્ષ પહેલા ફડણવીસ જીએ મુખ્યમંત્રી પદ માટે મારૂ નામ સૂચવ્યું હતું. આ વખતે અમે મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ સૂચવ્યું છે. એકનાથ શિંદેએ ભાજપના આ નિર્ણયને લઈને કોઈ પ્રકારની અડચણ ઉભી ન કરવાની વાત કરી હતી. શપથ સમારોહ માટે મુંબઈમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જ્યાં ફડણવીસ ફરી મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળશે.

આ ઘટનાક્રમથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે સહયોગ યથાવત રહેશે. નિષ્ણાંતોનું માનવું છે કે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાથી બંને દળો વચ્ચે સત્તાનું સંતુલન યથાવત રહેશે. બધાની નજરો કાલે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પર છે, જ્યાં જોવાનું રહેશે કે મહાયુતિમાંથી કયા-કયા નેતાઓ શપથ લેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news