ચા ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જળ, ભારત ચાના ઉત્પાદનમાં દર વર્ષે નવા વિક્રમ સ્થાપી રહ્યું છે: પારસ દેસાઈ
Trending Photos
અમદાવાદ : વેસ્ટર્ન ઈન્ડીયા ટી ડિલર્સ એસોસિએશનના ઉપક્રમે અમદાવાદમાં 'ટી સેમીનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વિતદાના સભ્યો અને અગ્રણી ચા ઉત્પાદકો એક જ છત્ર નીચે એકત્ર થયા હતા અને ચા ઉદ્યોગ સામેના પડકારો અને તકો સમજવા પ્રયાસ કર્યો હતો. મુખ્ય મહેમાન અને જુંકટોલી ટી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મુખ્ય મહેમાન હેમંત બાંગર અને ફેમિલી મેનેજડ બિઝનેસ, એસ.પી જૈન સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટના ડિરેકટર ડો. પરિમલ મરચન્ટે, ફેમિલી મેનેજ્ડ બિઝનેસની વર્તમાન પરિસ્થિતિ અને તેના ઉપાયો અંગે વ્યાપક છણાવટ કરી હતી.
વિતદાના પ્રમુખ પારસ દેસાઈએ જણાવ્યું હતું કે "ભારતનુ ચાનુ ઉત્પાદન એક પછી એક વર્ષે નવા વિક્રમો સ્થાપી રહયું છે. વર્ષ 2016નુ ઉત્પાદન 1267 મિલિયન કી.ગ્રામ હતુ તે સામે વર્ષ 2017નુ ઉત્પાદન (અંદાજે) 1322 મિલિયન કી.ગ્રામ થશે. ચા ના ઉત્પાદનમાં સંગઠીત ક્ષેત્રનુ પ્રદાન 53 ટકા છે જ્યારે સ્મોલ ગ્રોવર્સનુ પ્રદાન 47 ટકા છે. આગામી સમયમાં સ્મોલ ગ્રોવર્સનુ ઉત્પાદન વધે તેવી સંભાવના છે. ચિંતાનો વિષય એ છે કે બજારમાં નબળી ગુણવત્તા ધરાવતી ચાનુ પ્રભુત્વ વધતુ જશે., આમ છતાં ભારતમાં ચાનો વપરાશ વધારવા માટે સારી ગુણવત્તા ધરાવતી ચા પૂરી પાડવી તે અતિ આવશ્યક બની રહે છે. સરકાર, ઉત્પાદકો અને ટ્રેડર્સ દ્વારા ચાનો વપરાશ વધારવા માટે જાહેર માધ્યમો મારફતે તથા પ્રાદેશિક ભાષાઓમાં પ્રચાર પ્રવૃત્તિઓ હાથ ધરીને સંયુક્ત પ્રચાર કરવામાં આવે તે જરૂરી બને છે."
ચા ઉદ્યોગના ભાવિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે "ચાનુ ઉત્પાદન કરતાં રાજ્યોમાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને કારણે આ વર્ષે ચાનુ ઉત્પાદન વધવાની ધારણા છે. નીચી ગુણવત્તા ધરાવતી ચાના ભાવ ઘટશે અને સારી ગુણવત્તા ધરાવતી ચાના ભાવ સ્થિર રહેશે. ટી બોર્ડના જણાવ્યા અનુસાર વર્ષ 2017માં ચાની નિકાસ 252 મિલિયન કી.ગ્રામ થઈ છે, જે વર્ષ 2016માં 222 મિલિયન કી.ગ્રામ હતી. વિતદાએ કુદરતી ફલેવર્સના ફાયદાને ધ્યાનમાં લઈને ફેડરેશન ઓફ ટ્રી ટેર્ડર્સ એસોસિએશન (FAITTA) સાથે મળીને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (FSSAI) પાસે ચામાં કુદરતી ફ્લેવર જેવી જ ફ્લેવર ઉમેરવાની માગણી કરી છે."
જુંકટોલી ટી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને ઉત્તર -પૂર્વ અને દક્ષિણ ભારતમાં ચાના વિવિધ બગીચા ધરાવતા હેમંત બાંગરે વર્તમાન પરિસ્થિતિમાં ચાની ગુણવત્તાના મહત્વ અંગે વાત કરતાં જણાવ્યું કે "ચા એ આપણા જીવનનો હિસ્સો છે, તેણે આપણા સમાજને સુગ્રથિત રાખ્યો છે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે ચાની ગુણવત્તા ચિંતાનો વિષય બન્યો છે. ઓછી કીંમતે ચા પૂરી પાડવાની સ્પર્ધામાં પ્રોસેસર્સ ચાની ગુણવત્તા સાથે સમાધાન કરે છે. આ એક વિષચક્ર છે. મારા મત મુજબ આપણે ચાની ઈમેજમાં સુધારો થાય તે પ્રકારે એક મહત્વાકાંક્ષી ઝુંબેશ હાથ ધરવાની જરૂર છે અને તેથી જ આપણે સારી ગુણવત્તા ધરાવતી ચા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. "
વિશિષ્ઠ અને મહત્વપૂર્ણ વિષય ઉપર હાજર રહેલા સમૂહને સંબોધન કરતાં ડો. પરિમલ મર્ચન્ટે જણાવ્યું કે " નવી પેઢીને પરંપરાગત પારિવારિક માલિકીના બિઝનેસમાં કઈ રીતે આકર્ષવી, તેમનો સમાવેશ કઈ રીતે કરવો અને તેમને બિઝનેસ અને વ્યવસ્થાપન કઈ રીતે સોંપવુ તે મહત્વની બાબત છે. બાળકો નાના હોય ત્યારથી જ નવી પેઢીનો પ્રારંભ થાય છે. બિઝનેસમેને એ બાબતની ખાત્રી રાખવાનુ જરૂરી બની રહે છે કે તેમની હતાશા દેખાઈ આવે નહી, કારણ કે આવી સ્થિતિમાં જ બાળક બિઝનેસને કેવી રીતે ગ્રહણ કરે છે તે નક્કી થશે. બીજી મહત્વનુ પરિબળ બાળકો સાથે વધુને વધુ સમય ગાળવાનુ તેમજ તેણે કરેલી પ્રગતિ અને બિઝનેસ અંગેની ચિતાઓ અંગે સંવાદ સાધવાની જરૂરિયાતનુ છે. નવી પેઢીમાં બાળપણથી જ સખત પરિશ્રમ અને ચીવટ ની ભાવના આત્મસાત કરવાનુ જરૂરી બની રહે છે."
રાજીવ પૂરીએ પારકોનની મજલ અંગે જણાવ્યું કે તેમનુ બજાર અંગેનું વર્તમાન વલણ અને અભિપ્રાયો ચાની વિવિધ કેટેગરીના આંકડાઓ ઉપર આધારિત છે. પશ્ચિમ ભારતના બજાર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે "સંગઠીત ક્ષેત્ર ઉપરનુ દબાણ અનેક ગણુ વધ્યું છે આમ છતાં આપણે નસીબદાર છીએ કે આપણી પાસે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પશ્ચિમ ભારતનાં તથા ઉત્તર ભારત જેવા કેટલાંક બજારો બજારો છે, કે જ્યાંના લોકો ચાની ઉત્તમ ગુણવત્તા પારખે છે અને એના માટે થોડાક વધુ પૈસા ચૂકવતાં ખચકાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે