વિતદા

ચા ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જળ, ભારત ચાના ઉત્પાદનમાં દર વર્ષે નવા વિક્રમ સ્થાપી રહ્યું છે: પારસ દેસાઈ

વેસ્ટર્ન ઈન્ડીયા ટી ડિલર્સ એસોસિએશનના ઉપક્રમે અમદાવાદમાં 'ટી સેમીનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વિતદાના સભ્યો અને અગ્રણી ચા ઉત્પાદકો એક જ છત્ર નીચે એકત્ર થયા હતા અને ચા ઉદ્યોગ સામેના પડકારો અને તકો સમજવા પ્રયાસ કર્યો હતો. મુખ્ય મહેમાન અને જુંકટોલી ટી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મુખ્ય મહેમાન હેમંત બાંગર અને  ફેમિલી મેનેજડ બિઝનેસ, એસ.પી જૈન સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટના ડિરેકટર ડો. પરિમલ મરચન્ટે, ફેમિલી મેનેજ્ડ બિઝનેસની વર્તમાન પરિસ્થિતિ અને તેના ઉપાયો અંગે વ્યાપક  છણાવટ કરી હતી. 

Sep 25, 2018, 08:21 AM IST