કોઈ વસ્તુ ખરીદો તેમાં કેમ સાથે આવે છે નાની પડીકી? જાણો તેનો શું છે ઉપયોગ

સામાન્ય રીતે  તમામ લોકોમાં ખરીદી માટે ઉત્સાહ જોવા મળતો હોય છે. તમે કોઈ પણ પેકિંગ કરેલી વસ્તુ ખરીદો તો તેમાં નાના પાઉચ સાથે આવે છે. પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ જાણ્યા વગર જ ફેંકી દેતા હોય છે. પરંતુ તે લોકો મોટી ભૂલ કરી રહ્યા છે.

કોઈ વસ્તુ ખરીદો તેમાં કેમ સાથે આવે છે નાની પડીકી? જાણો તેનો શું છે ઉપયોગ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે  તમામ લોકોમાં ખરીદી માટે ઉત્સાહ જોવા મળતો હોય છે. તમે કોઈ પણ પેકિંગ કરેલી વસ્તુ ખરીદો તો તેમાં નાના પાઉચ સાથે આવે છે. પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ જાણ્યા વગર જ ફેંકી દેતા હોય છે. પરંતુ તે લોકો મોટી ભૂલ કરી રહ્યા છે. જ્યારે તમે કોઈ નવી પ્રોડક્ટ જેમકે શુઝ, ફ્રીજ, ટીવી, પર્સ કે પછી બોક્સમાં પેકિંગ થયેલી કોઈ પણ વસ્તુ ખરીદો છો. ત્યારે બોક્સની અંદર એક નાનું પાવડરનું પાઉચ નીકળે છે. જેને સિલિકા જેલનું પેકેટ કહેવામાં આવે છે. મોટાભાગે લોકો તેને નકામું સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ તેનો અલગ-અલગ ઘણી રીતે ઉપયોગ કરી શકાય. જે તમારા માટે ખુબ જ ફાયદા કારક હોય છે.

સિલિકા જેલથી સિલિકા ડાયોક્સાઇડ બને છે. જેના કારણે વાતાવરણમાં રહેલો ભેજ તે શોષી લે છે. આ સિલિકા જેલનું 10 ગ્રામનું પાઉચ ચાર ગ્રામ સુધી પાણી શોષી લે છે. જેથી વસ્તુને નુકસાન થવાથી તો બચાવે છે. સાથે જ બીજા અનેક ફાયદા તમને થાય છે.

દુર્ગંધને કરે છે દૂર-
કોઈ પણ વસ્તુની અંદર બેક્ટેરિયા  ઉત્પન થવા પાછળ મુખ્ય કારણ હોય છે ભેજ. લાંબા સમય બાદ ઘણી વખત ટ્રાવેલિંગ બેગની અંદર દુર્ગંધ આવે છે. જો તમે પણ આવી દુર્ગંધથી પરેશાન છો અને આવી દુર્ગંધ દૂર કરવી છે તો તમે બેગની અંદર એક સિલિકા જેલનું પાઉચ રાખી લેવું જોઈએ. જેનાથી બેક્ટેરિયાનો નાશ થશે અને દુર્ગંધ પણ દૂર થઈ જશે.

મેકઅપ અને જીમ બેગ તાજી રાખશે સિલિકા-
મોટા ભાગે એવું બનતું હોય છે કે મેકઅપ અને જીમ બેગ ફ્રેશ નથ દેખાતી. આ  સમસ્યાથી છૂટકારો આપે છે સિલિકા પાઉચ. સિલિકા પાઉચ બેગની અંદર રાખવાથી બેંગ એકદમ ફ્રેશ રહેશે. અને સાથે સાથે સામાનમાં રહેલા બેક્ટેરિયાનો નાશ પણ કરશે.

ફોટો અને પુસ્તક નહીં પડે ઝાંખુ-
લાંબા સમય બાદ પુસ્તકો અને ફોટોગ્રાફમાં પીળાશ આવી જાય છે. રંગ ઉડવા લાગે છે અને તે ખરાબ થઈ જાય છે. પરંતુ આનાથી બચવું હોય તો તેની સાથે સિલિકા જેલનું પાઉચ રાખવું પડશે. જેનાથી પુસ્તક કે ફોટોગ્રાફ બગડશે નહીં અને તેની અંદરથી દુર્ગંધ પણ નહીં આવે.

ચાંદીને પણ રાખે છે ચમકતી-
કોઈ પણ વસ્તુને લાંબો સમય થાય ત્યારે તેની ચમકી ઓછી પડી જતી હોય છે. જેથી લોકો ચાંદીને પોલીસિંગ કરાવતા હોય છે. પરંતુ ચાંદીની વસ્તુ સાથે સિલિકા જેલના પાઉચ રાખવામાં આવે તો તેની ચમક જળવાઈ રહે છે. ચાંદીને સિલિકા જેલના પેકેટમાં વિટીને રાખવાથી ચમક ઝાંખી નથી પડતી.

પાઉચ એક, ઉપયોગ અનેક-
કોઈ પણ વસ્તુ ખરીદ્યા બાદ તેની જાળવળી કરવી અઘરી હોય છે. લાંબા સમયે વસ્તુને નુકસાન પહોંચતું હોય છે. પરંતુ અનેક વસ્તુની જાળવણી માટે સિલિકા પાઉચ ખુબ જ ઉપયોગ સાબિત થયું છે. જેથી તમે નવી વસ્તુ ખરીદો છો તેમાં આવા સિલિકા પાઉડરના પાઉચ જોવા મળે છે. તો હવે ક્યારે આ પાઉચને ફેંકતા નહીં. તમે આ પાઉચને સાચવશો તો તમારી વસ્તુ પણ સચવાઈને રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news