શેરબજારમાં લે-વેચ કરો છો ? આ શેર્સ આજે કરાવી શકે છે સારી કમાણી 

ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ તેજી સાથે બંધ થયું હતું  પણ માર્કેટ ટ્રેન્ડિંગ માટે ક્લોઝ થયા પછી કેટલાક શેર્સ ચર્ચામાં આવ્યા હતા. આ વાતની અસર આજે માર્કેટના ઓપનિંગ પછી જોવા મળી હતી.

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 26, 2019, 10:10 AM IST
શેરબજારમાં લે-વેચ કરો છો ? આ શેર્સ આજે કરાવી શકે છે સારી કમાણી 

મુંબઈ : ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ તેજી સાથે બંધ થયું હતું  પણ માર્કેટ ટ્રેન્ડિંગ માટે ક્લોઝ થયા પછી કેટલાક શેર્સ ચર્ચામાં આવ્યા હતા. આ વાતની અસર આજે માર્કેટના ઓપનિંગ પછી જોવા મળી હતી. આવા શેર્સની યાદી નીચે પ્રમાણે છે. 

બાયોકોન : આ બાયોફાર્માસ્યુટીકલ કંપનીએ ગુરુવારે તેના નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરના પરિણામ પોસ્ટ કર્યા હતા. કંપનીનો ચોખ્ખો નફો 64 ટકા વધીને રૂ. 130.4 કરોડ રૂપિયામાંથી વધીને રૂ. 130.4 કરોડ રૂ. નોંધાયો છે. 

એક્સિસ બેંક : કંપનીએ ગુરુવારે તેના નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરના પરિણામ પોસ્ટ કર્યા હતા. કંપનીનો ચોખ્ખો નફો 1,505.06 કરોડ રૂપિયા નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં બેંકે રૂ. 2,188.74 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું હતું. બેંકનો Gross NPA પણ 5.75થી ઘટીને 5.26 ટકા નોંધાયો છે. 

તાતા સ્ટીલ : SAIL પછી ભારતની બીજા નંબરની સ્ટીલ કંપનીએ ફાઇનાન્શિયલ રિપોર્ટ પોસ્ટ કર્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 64 ટકા વધીને રૂ. 130.4 કરોડ રૂપિયામાંથી વધીને રૂ. 130.4 કરોડ રૂ. નોંધાયો છે. કંપનીના નફામાં 84 ટકાનો ઘટાડો થયો છે પણ રેવન્યુ 26 ટકા વધીને રૂ. 42,423 કરોડ થઈ ગઈ છે. આ સિવાય બોર્ડે બામનીપાલ સ્ટીલ અને અને તાતા સ્ટીલ બીએસએલ (ભુષણ સ્ટીલ લિમિટેડ)ના મર્જરને પણ પરવાનગી આપી દીધી છે. 

PVR/INOX Leisure: આજે આ મલ્ટીપ્લેક્સ ચેઇનના સ્ટોક ટાર્ગેટમા રહેશએ કારણે કારણ કે લેટેસ્ટ ફિલ્મ Marvel Movie Avengers Endgame આજે ભારતમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગમાં રિલીઝ થશે. 

સન ફાર્મા : સન ફાર્મા પ્રમોટર સંઘવી ફાઇનાન્સ લિમિટેડે 1.25  કરોડ મોર્ટગેજ શેર્સ 9 એપ્રિલ, 2019ના દિવસે રિલીઝ કર્યા છે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક....