ટીવી, મોબાઈલ, લેપટોપ, કાર બધુ મોંઘુ થયું, જાણો શું થયું સસ્તુ?

બજેટમાં સામાન્ય માણસોને બહુ કોઈ રાહત મળી નથી. એકબાજુ જ્યાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાં શેરબજારમાં રિટર્ન ઉપર પણ ટેક્સ ચૂકવવો પડશે. 

ટીવી, મોબાઈલ, લેપટોપ, કાર બધુ મોંઘુ થયું, જાણો શું થયું સસ્તુ?

નવી દિલ્હી: બજેટમાં સામાન્ય માણસોને બહુ કોઈ રાહત મળી નથી. એકબાજુ જ્યાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાં શેરબજારમાં રિટર્ન ઉપર પણ ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ આમ છતાં જનતાને સામાન્ય રીતે બજેટ જાહેર થાય ત્યારે એ રસ હોય છે કે શું સસ્તુ હોય છે અને શું મોંઘુ હોય છે. સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ વસ્તુઓ સામાન્ય લોકો માટે હવે મોંઘી થઈ તેના ઉપર ફેરવો નજર. બજેટમાં ટીવી સેટ, લેપટોપ, મોબાઈલ મોંઘા થયા છે. એક્સાઈઝ ડ્યૂટી ઘટવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઓછા થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂનો ઘટાડો થશે. 

આ ફેસલાથી ભારતમાં વેચાનારી તમામ કંપનીઓના સ્માર્ટફોન મોંઘા થશે. તેની પાછળનું એક કારણ એ છે કે ભલે તમામ કંપનીઓ પોતાના ફોન અસેમ્બલ કરી રહી હોય પરંતુ તેમાંથી મોટાભાગની કંપનીઓના ફોનના પાર્ટ્સ ચીનથી જ આવે છે. આવું જ કઈંક ટીવી માટે છે. આવા સંજોગોમાં ફોન કે ટીવી ભલે મેડ ઈન ઈન્ડિયા હોય કે એસેમ્બલ ઈન ઈન્ડિયા હોય પરંતુ બંને પ્રકારના ફોન મોંઘા જ થશે. અત્રે જણાવવાનું કે ભારતમાં સૌથી વધુ વેચાતા શાઓમીના ફોન પણ મોંઘા થશે. 

શું થયું મોંઘુ?
વિદેશમાંથી લક્ઝરી કાર મંગાવવા પર હવે વધુ રૂપિયા ખર્ચવા પડશે.
ફૂડ પ્રોસેસિંગ, ઈલેક્ટ્રોનિક્સ પર 5 ટકાની કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી. 
વિદેશી મોબાઈલફોન, ટીવની અને લેપટોપના ભાવ વધશે.
મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15થી 20 ટકા કરાઈ.
ટીવીના ભાગો પર કસ્ટમ ડ્યૂટી વધી.
ચાંદીના સિક્કા, સિગારેટ, પાન મસાલા, જર્દા

કેટલે સુધી વધશે ભાવ?
ટીવી પર 5 ટકા ભાવ વધશે.
મોબાઈલ ફોન પર 5 ટકા સુધી ભાવ વધશે.
ચાંદી પર 3 ટકા સુધી ભાવ વધશે.
ફૂટવેર પર 5ટકા ભાવ વધશે.
ફોન બેટરી પર 5 ટકા ભાવ વધશે.
સોના પર 3ટકા ભાવ વધશે.

શું થયું સસ્તુ?
રો કાજૂ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news