ટામેટા-બટાટાના ભાવે રમણભમણ કર્યું! મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર, શાકાહારી થાળી 7 ટકા મોંઘી
એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં શાકાહારી થાળીની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂપિયાનો એટલે કે સાત ટકા સુધીનો વધારો થયો છે. જોકે રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં નવા પાકની આવક આવવાથી કિંમતો ઘટવાની શક્યતા છે.
Trending Photos
November Inflation: મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે .આ વર્ષે શાકાહારી થાળી 7 ટકા મોંઘી થઈ છે. જી હા...રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટમાં આ ધડાકો થયો છે. રિપોર્ટમાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરીની સરખામણીએ નવેમ્બરમાં થાળીના ભાવ 7 ટકા વધ્યા છે. બીજી બાજુ ટામેટા અને બટાકાના ભાવ વધતા આ અસર પડી હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે ટામેટાના ભાવમાં 35 ટકા, બટાકાના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જ્યારે દાળની કિંમતમાં 10 ટકા વધારો થતા થાળીના ભાવ પર તેની અસર પડી છે.
શાકાહારી થાળીની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂપિયા
મળતી માહિતી પ્રમાણે એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં શાકાહારી થાળીની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂપિયાનો એટલે કે સાત ટકા સુધીનો વધારો થયો છે. જોકે રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં નવા પાકની આવક આવવાથી કિંમતો ઘટવાની શક્યતા છે. ડિસેમ્બરમાં ટામેટા અને બટાટાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ટામેટા અને બટાટાના વધતા ભાવ
શાકાહારી થાળી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ ટામેટાની કિંમતોમાં 35 ટકા અને બટાટાની કિંમતોમાં 50 ટકાનો વધારો છે. ગત મહીને ટામેટાની કિંમત 53 રૂપિયા પ્રતિ કિલો અને બટાટાની કિંમત 37 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત દાળની કિંમતમાં પણ 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ડિસેમ્બરમાં કિંમતો ઘટવાની સંભાવના
નોંધનીય છે કે, વાર્ષિક આધારે શાકાહારી થાળીની કિંમતમા વધારો થયો હોવા છતાં ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં બે ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત નવેમ્બરમાં આવક ખર્ચમાં વધારો થવાને લીધે વનસ્પતિ તેલની કિંમતોમાં પણ 13 ટકા સુધીનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે