325 અબજ રૂપિયામાં વેચાયું ભારતનું એક નામ, જાણો આ નામમાં શું હતી ખાસિયત?

એક અંગ્રેજી કહેવત છે- What’s In A Name? એટલે કે નામમાં શું રાખ્યું છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તેને દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ 325 અરબ રૂપિયામાં ખરીદ્યું. આ નામ છે- ફ્લિપકાર્ટ (Flipkark). ફ્લિપકાર્ટ ભારતની સૌથી મોટી રિટેલ કંપની છે અને વોલમાર્ટે તાજેતરમાં જ તેનું હસ્તાંતરણ કર્યું. 

325 અબજ રૂપિયામાં વેચાયું ભારતનું એક નામ, જાણો આ નામમાં શું હતી ખાસિયત?

નવી દિલ્હી: એક અંગ્રેજી કહેવત છે- What’s In A Name? એટલે કે નામમાં શું રાખ્યું છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તેને દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ 325 અરબ રૂપિયામાં ખરીદ્યું. આ નામ છે- ફ્લિપકાર્ટ (Flipkark). ફ્લિપકાર્ટ ભારતની સૌથી મોટી રિટેલ કંપની છે અને વોલમાર્ટે તાજેતરમાં જ તેનું હસ્તાંતરણ કર્યું. 

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા સોદાની કુલ કિંમત 1106 અબજ રૂપિયા હતી. ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ન્યૂઝ પોર્ટલ ઇંક 42 એ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વોલમાર્ટે પોતાની વાર્ષિક 10-K ફાઇલિંગમાં જણાવ્યું છે આ સોદામાં ફ્લિપકાર્ટનું નામ ખરીદવા માટે 325 અબજ રૂપિયા ચુકવી ગયા. 10-K ફાઇલિંગમાં અમેરિકામાં રજીસ્ટ્રેડ બધી કંપનીઓ માટે અનિવાર્ય છે.  

આ ફાઇલિંગના અનુસાર ફ્લિપકાર્ટ અને તેના સંબંધિત બધી બ્રાંડ નામને ખરીદવા માટે આ કિંમત ચૂકવવવામાં આવી. આ પ્રકારે વોલમાર્ટે ફ્લિપકાર્ટના નામને ખરીદવા માટે આટલી મોટી રકમ ચૂકવી. તેનો મતલબ એ છે કે ફ્લિપકાર્ટની કુલ વેલ્યુનો 30% ફક્ત તેના નામમાં છે. 

ગ્લોબલ બ્રાંડ વેલ્યૂએશન એજન્સીના અનુસાર આ કિંમત સાથે ફ્લિપકાર્ટ ભારતની 5મી સૌથી મોંઘી બ્રાંડનું નામ બની ગઇ છે. ભારતની સૌથી મોંઘુ બ્રાંડ નેમ છે- ટાટા. ત્યારબાદ એરટેલ, ઇંફોસિસ અને એલઆઇસીનું સ્થાન છે. ભારતમાં સામાન્ય રીતે કંપનીઓ બ્રાંડ વેલ્યૂથી વધુ ઇકોનોમિક વેલ્યૂને મહત્વ આપે છે. એવામાં ફ્લિપકાર્ટના નામે આટલી મોટી રકમ મળવી ખૂબ મોટી વાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news