ટોક્યો ઓલિમ્પિક-2020 ગેમ્સનો કાર્યક્રમ જાહેર, 24 જુલાઈથી થશે શરૂ

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઈથી થઈ રહી છે. આ રમત 9 ઓગસ્ટ સુધી ચાલશે. રમતોના મહાકુંભના ઉદ્ધાટન સમારોહના બે દિવસ પહેલા મહિલા ફુટબોલના પ્રી-રાઉન્ડ રમાશે. ગેમ્સના સમાપનના દિવસે પુરૂષ મેરાથોનનું આયોજન કરવામાં આવશે.   

Updated By: Apr 17, 2019, 03:12 PM IST
ટોક્યો ઓલિમ્પિક-2020 ગેમ્સનો કાર્યક્રમ જાહેર, 24 જુલાઈથી થશે શરૂ

નવી દિલ્હીઃ આગામી વર્ષે જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનો કાર્યક્રમ મંગળવારે જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓલમ્પિકની સત્તાવાર વેબસાઇટ ઓલિમ્પિક ડોટ ઓઆરજી પર આ વાતની જાણકારી આપવામાં આવી છે. ટોક્ય ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઈથી થઈ રહી છે. આ રમત 9 ઓગસ્ટ સુધી ચાલશે. રમતના આ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહના બે દિવસ પહેલા જ મહિલા ફુટબોલ પ્રી-રાઉન્ડ રમાશે. ઉદ્ઘાટન સમારોહ 24 જુલાઈએ આયોજીત કરવામાં આવશે. 

રોઇંગ અને આર્ચરીની શરૂઆત 24 તારીખથી થશે. તો મહિલા શૂટિંગ 10 મીટર એર રાઇફલ સ્પર્ધાનું આયોજન પ્રથમ દિવસે થશે અને આ દિવસે મેડલ રાઉન્ડ પણ રમાશે. પ્રથમ દિવસે કુલ 11 મેડલ દાવ પર હશે, જેમાં શૂટિંગ સિવાય આર્ચરી, સાઇક્લિંગ, ફેન્સિંગ, જૂડો, તાઇક્વાંડો અને વેઈટ લિફટીંગના મેડલોની રેસ હશે. 

બીજા દિવસે બાસ્કેટબોલ  3 x 3ની શરૂઆત થશે. એક ઓગસ્ટે 21 મેડલ માટે ટક્કર થશે. આ દિવસે જૂડો, ટ્રાઇથલન, શૂટિંગમાં મેડલો પર નજર રહેશે. આગામી દિવસે મહિલા મેરાથોન, પુરૂષ 10 મીટર એથલેટિક્, જિમ્નૈસ્ટિક અને પુરૂષ ટેનિંગ સિંગલ કુલ મળીને 26 મેડલ દાવ પર હશે. આઠ ઓગસ્ટે કુલ 30 સ્પર્ધાના ફાઇનલમાં ખેલાડી સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નૈસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરૂષ બાસ્કેટબોલ, પુરૂષ ફુટબોલ, પુરૂષ વોલીબોલ, આર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમાશે. 

આ સિવાય અન્ય રમતોના ફાઇનલ પણ તે દિવસ રમાશે. 9 ઓગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરૂષ મેરાથોનનું આયોજન કરવામાં આવશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર